Covaxin
દેશભરમાં કોરોના વેક્સીનની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આવામાં ગુજરાતીઓ માટે ખુશખબર આવ્યા છે. ગુજરાતમાં ટૂંક સમયમાં કોવેક્સીન (Covaxin)નું ટ્રાયલ શરુ કરાશે. ભારત બાયોટેક અને ICMR સાથે મળીને કોરોનાની રસીનું નિર્માણ કરી રહી છે. ત્યારે ત્રાજા તબક્કાના પરીક્ષણ માટે આજે સાંજે 5.00 વાગે કોરોના વેક્સીન દિલ્હીથી ફ્લાઇટ મારફત અમદાવાદ એરપોર્ટ પર આવશે.
અમદાવાદ એરપોર્ટથી વેક્સિન લાવ્યા બાદ તેને સોલા સિવિલ ખાતે સૌથી પહેલા વોલન્ટિયર્સને કોરોનાની વેક્સીન અપાશે. ગુજરાત સરકારે 5 હોસ્પિટલમાં કોરોના રસીનાં પરીક્ષણની મંજૂરી આપી દીધી છે. દેશભરમાં કોવેક્સીનના ત્રીજા તબક્કાનું પરીક્ષણ અંદાજે 26,000 સ્વયંસેવકો પર હાથ ધરાશે.
આ પણ જુઓ : BrahMos મિસાઈલના લેન્ડ એટેક વર્ઝનનું સફળ પરીક્ષણ
સ્વંયસેવકોને રસીનો પહેલો ડોઝ અપાયા બાદ તેમના લોહી અને અન્ય પરીક્ષણોને આધારે પરિણામોની ચકાસણી કરાશે. ત્યાર બાદ 21મા દિવસે બીજો ડોઝ આપીને 48 દિવસ સુધી પરીક્ષણ હાથ ધરાશે. જો આ ટ્રાયલ દરમિયાન કોઇ ચિંતાજનક પરિણામો ન મળે તો સરકાર તેને પ્રમાણિત કરી બહોળા ઉપયોગની મંજૂરી અપાશે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.