Siddhpur
કોરોના મહામારીને કારણે સિદ્ધપુર (Siddhpur) માં કારતક સુદ એકમથી પૂનમ સુધી ભરાતો પ્રખ્યાત કાત્યોકનો મેળો તંત્ર દ્વારા મંજૂરી નહિ મળતાં મોકૂફ રખાયો છે.ઉપરાંત સિદ્ધપુર સરસ્વતી નદીના પટમાં માધુપાવડિયા ઘાટ ખાતે કાર્તિકી પૂનમ સુધી ગુજરાત, રાજસ્થાન તેમજ મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતૃતર્પણ અને સરામણવિધિ માટે આવતા ભીડને કારણે કોરોના સંક્રમણ વધી રહ્યું છે.
ત્યારે ભીડ એકત્ર ન થાય એ માટે સરસ્વતી નદીના પટમાં, માધુપાવડિયા ઘાટના એક કિમી વિસ્તારમાં ખાણી-પીણીના લારી-ગલ્લા પર પણ પ્રતિબંધ ફરમાવાયો છે. તેમજ તર્પણવિધિ માટે ભૂદેવો પરિવારના ફક્ત 3 લોકોને જ બેસાડી વિધિ કરી શકશે. આ માટે જિલ્લા કલેક્ટરે જાહેરનામું પાડી 24થી 30 નવેમ્બર સુધી ચુસ્ત અમલની તાકીદ કરાઇ છે.
આ પણ જુઓ : દેશમાં કોરોના વેક્સિનને લઇ પીએમ મોદીએ આપ્યું મોટુ નિવેદન
જાહેરનામા મુજબ એક જ સ્થળે વિધિમાં ત્રણથી વધુ વ્યક્તિ એકત્ર થવા પર પ્રતિબંધ મુકાયો છે. તમામ વ્યક્તિઓએ ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે માસ્ક ન પહેરનારને રૂ.1 હજારનો દંડ વસૂલાશે. 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો, કો-મોર્બિડિટી ધરાવતી વ્યક્તિઓ, સગર્ભા સ્ત્રીઓ અને 10 વર્ષથી નાની ઉંમરનાં બાળકોને વિધિના સ્થળે પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે.
આ પણ જુઓ : BrahMos મિસાઈલના લેન્ડ એટેક વર્ઝનનું સફળ પરીક્ષણ
ઑટોરિક્ષામાં ડ્રાઈવર ઉપરાંત માત્ર બે મુસાફર, ખાનગી વાહનમાં ડ્રાઈવર ઉપરાંત માત્ર ત્રણ વ્યક્તિ, ટૂ-વ્હીલર પર ચાલક સહિત બે વ્યક્તિ તથા કેબ, ટેક્ષીમાં ડ્રાઈવર ઉપરાંત ત્રણ વ્યક્તિ તેમજ જો બેઠક ક્ષમતા છ કે તેથી વધુ હોય તો ડ્રાઈવર ઉપરાંત ચાર વ્યક્તિ મુસાફરી કરી શકશે. સિદ્ધપુર મુકામે કાર્તિકી પૂર્ણિમા સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા મેળા માટે કોઈ પરવાનગી અપાઇ નથી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.