• જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ૪,૭૬૭ પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન ઉત્તર પ્રદેશ મોકલવા વ્યવસ્થા કરાઈ
  • પાલનપુરથી ઉત્તર પ્રદેશ જતી ટ્રેન સુધી પહોંચાડવા પહેલા તબક્કામાં ૧,૧૯૫ શ્રમિકોને પાલનપુર લઈ જવા ૩૮ જેટલી એસ.ટી. બસની વ્યવસ્થા કરાઈ
  • સિદ્ધપુર તાલુકાના કાકોશી, કાલેડા, પચકવાડા સહિત આઠ ગામોના ઈંટભઠ્ઠા પર કામ કરતાં પરપ્રાંતિય શ્રમિક પરિવારોની વહારે આવ્યું વહિવટી તંત્ર
  • લોકડાઉનની પ્રવર્તમાન પરિસ્થિતિમાં શ્રમિકોને તેમના વતન સુધી પહોંચાડવા દેશભરમાં શ્રમિક સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય અંતર્ગત પાટણ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સિદ્ધપુર તાલુકાના ગામોમાં ઈંટભઠ્ઠા પર કામ કરતાં ૪,૭૬૭ શ્રમિક પરિવારોને તેમના વતન ઉત્તરપ્રદેશ મોકલવા માટે વ્યવસ્થા ઉભી કરાઈ.
  • સિદ્ધપુર તાલુકાના કાકોશી, કાલેડા, પચકવાડા સહિત આઠ જેટલા ગામોમાં આવેલા ઈંટભઠ્ઠાઓ પર કામ કરતાં ૪,૭૬૭ પરપ્રાંતિય શ્રમિકોને તેમના માદરેવતન પહોંચાડવા માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા એસ.ટી. બસની વ્યવસ્થા કરવામાં આવી. જેના પ્રથમ તબક્કામાં તા.૦૮ મેના રોજ ૧,૧૯૫ શ્રમિકોને બસ મારફતે પાલનપુર લઈ જવામાં આવ્યા. જ્યાંથી શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દ્વારા તેમને ઉત્તર પ્રદેશ મોકલી આપવામાં આવશે. આગામી દિવસોમાં વધુ ત્રણ તબક્કા વાર બાકી રહેલા પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
  • વતન જવાના હરખ સાથે બરેલીના મુસ્તફાએ જણાવ્યું કે, અહીં કામ માટે આવ્યા હતા અને લોકડાઉનના કારણે વતન પાછા જઈ શક્યા નહોતા. પણ આજે જિલ્લા પ્રશાસને અમારા માટે બસની વ્યવસ્થા કરી છે. અહીંથી પાલનપુર અને ત્યાંથી ટ્રેનમાં બેસી પોતાના વતન જઈ શકીશું. મને અને મારા પરિવારને વતન પહોંચાડવાની વ્યવસ્થા કરવા બદલ રાજ્ય સરકારનો આભાર માનું છું.
  • શ્રમ અધિકારીશ્રી બી.વી. દેસાઈએ જણાવ્યું કે, આ તમામ શ્રમિકોનું મેડિકલ ચેક-અપ કરી તેમને મેડિકલ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. બસ પાલનપુર પહોંચે ત્યાં સુધી તેમના નાસ્તા-પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઈંટભઠ્ઠાના માલિકો દ્વારા તેમને પૂરૂં વેતન પણ ચૂકવી આપવામાં આવ્યું છે.
  • સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે રીતે બેઠક વ્યવસ્થા ગોઠવી તમામ શ્રમિકોને બસ મારફતે પાલનપુર પહોંચાડવામાં આવ્યા. જ્યાંથી ખાસ ટ્રેન દ્વારા તેમને ઉત્તર પ્રદેશના બરેલી ખાતે મોકલી આપવામાં આવશે. સિદ્ધપુર તાલુકાના કાકોશી વિસ્તારના ૪૫થી વધુ ઈંટભઠ્ઠા પર કામ કરી રહેલા પરપ્રાંતિય શ્રમિક પરિવારોને કુલ ચાર તબક્કામાં પાલનપુરથી ટ્રેન મારફતે ઉત્તર પ્રદેશ મોકલી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાંથી તા.૦૮ મેના રોજ શ્રમિકોને દેશના વિવિધ રાજ્યોમાં પહોંચાડવા માટે ૩૩ જેટલી ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવો PTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024