• રાજસ્થાનમાં પણ છેલ્લા ઘણાં દિવસતી નવા કેસ સામે આવ્યા છે ત્યારે હવે જ્યારે લોકડાઉન 3 અંતર્ગત રાહત મળવાની શરૂઆત થઈ છે ત્યારે રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે.
  • મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજ્યની તમામ બોર્ડરને સીલ કરવાનો આદેશ આપ્યો છે. જેથી રાજ્યમાં કોઈ બહારની વ્યક્તિ ન આવી શકે.
  • આંતરાજ્યીય આવાગમનની મંજૂરી ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઈડલાઈનની શરતોનું કડકાઈથી પાલન કરતાં જ આપવામાં આવશે.
  • રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, રાજ્યની આંતરરાજ્યીય સરહદો પર બિનઅધિકૃત વ્યક્તિઓની એન્ટ્રી રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલીક અસરથી રાજ્યની તમામ આંતરરાજ્યીય સરહદોને સીલ કરીને રેગ્યુલેટ કરવામાં આવશે, જેથી રાજ્ય સરકાર દ્વારા નક્કી પ્રક્રિયા અપનાવીને અધિકૃત વ્યક્તિ જ રાજ્યમાં પ્રવેશ કરી શકે. 
  • આ આદેશ બાદ મુખ્યમંત્રીએ રાજ્યના મુખ્ય સવિચને આદેશ આપ્યો છે કે, તે અન્ય તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને આ જાણકારી આપે કે રાજસ્થાનમાં આવવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઈડલાઈન આવનારા લોકોને જ મંજૂરી આપવામાં આવશે.
  • જે તેની તમામ શરતોને પૂરી કરશે અને રાજસ્થાનની પહેલા મંજૂરી લેવી પડશે.
  • રાજસ્થાનના આ નિર્ણય બાદ ગુજરાત સરકારે પણ રાજસ્થાન જતા લોકો માટે પાસ ઇસ્યૂ કરવાની ના પાડી દીધી છે.
  • ગુજરાત સાયન્સ અને ટેક્નોલોજી સજીવ ડી દ્વિવેદીએ ટ્વીટ કરીને જાણકારી આપી કે, ગુજરાતમાં કલેકટરો રાજસ્થાન જવા ઇચ્છતા લોકો માટે આજે પાસ ઇસ્યુ કરશે નહીં.
  • આવા વ્યક્તિઓએ પહેલા રાજસ્થાનથી પાસ લેવો પડશે અને ત્યારબાદ પાસ ઇશ્યૂ કરવા માટે તે સંબંધિત કલેક્ટરને તે જણાવશે.
  • હવે કોઈએ ગુજરાતમાંથી રાજસ્થાન જવું હોય તો પહેલા રાજસ્થાનની પાસ કઢાવવો પડશે બાદમાં ગુજરાત સરકાર મંજૂરી આપશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવો PTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024