પાટણ : કલેક્ટર કચેરી ખાતે શરૂ કરવામાં આવેલા કોવિડ કેર કોલ સેન્ટર.

પોસ્ટ કેવી લાગી?
  • ડિઝાસ્ટર કંટ્રોલરૂમ ખાતે કોવિડ કેર કોલ સેન્ટરની મુલાકાત લેતાં જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી
  • કલેક્ટર કચેરી ખાતે શરૂ કરવામાં આવેલા કોવિડ કેર કોલ સેન્ટર પરથી મેળવાય છે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યલક્ષી પરિસ્થિતિનો અહેવાલ

ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ સંક્રમણની સ્થિતિ જાણવા તથા ગ્રામ્ય કક્ષાએ નાગરિકોને મૂંઝવતા આરોગ્યલક્ષી પ્રશ્નોના ઉકેલ માટે પાટણ કલેક્ટર કચેરી ખાતે કોવિડ કેર કોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ કોવિડ કેર કોલ સેન્ટરની મુલાકાત લઈ તેની કામગીરી નિહાળવા સાથે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર શાખા ખાતે શરૂ કરવામાં આવેલા કોવિડ કોલ સેન્ટર પરથી જિલ્લાના ગામોમાં કોવિડના કેસની સ્થિતિ જાણવા ગામના સરપંચઓને ફોન કરવામાં આવે છે. સાથે જ ગામમાં બહારગામ કે શહેરમાંથી આવતા લોકોની આરોગ્ય વિભાગને જાણ કરવા જણાવવામાં આવે છે. ગ્રામ્યજનો માસ્કનો ઉપયોગ કરે અને સલામત અંતર જાળવે તેવી વ્યવસ્થા ગોઠવવા તથા લગ્ન અને મૃત્યુ જેવા સામાજીક પ્રસંગોએ પણ રાજ્ય સરકારની જોગવાઈઓનું સુચારૂ પાલન કરે તેવા પ્રયાસો કરવા અપીલ કરવામાં આવે છે.

સાથે સાથે ગામના કોઈપણ નાગરિકને શરદી, ખાંસી કે તાવ જેવા લક્ષણો જણાય તો તરત નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે તપાસ કરાવી જરૂરી દવાઓ મેળવી લેવા, જરૂર જણાય તો કોવિડ ટેસ્ટ કરાવવા અને કોઈ સંક્રમિત થાય તો ઘરમાં જુદા જ રહે અને આરોગ્ય વિભાગની સુચનાનું પાલન કરે તે માટે ગ્રામજનોને સમજૂત કરવા જણાવવામાં આવે છે. લોકોમાં જાગૃતિ આવે તે માટે સરપંચઓને અપીલ કરવામાં આવે છે. ઉપરાંત ગામમાં જ્યારે આરોગ્ય વિભાગની ટીમ હાઉસ-ટુ-હાઉસ સરવે કરવા આવે ત્યારે ગ્રામજનો તરફથી સહકાર મળી રહે તે સુનિશ્ચિત કરવા જણાવવામાં આવે છે.

આ સિવાય સવારના ૦૮ વાગ્યાથી રાત્રિના ૦૮ વાગ્યા સુધી કોવિડ કેર કોલ સેન્ટર પરથી નાગરિકો મૂંઝવતા કોરોનાને લગતા આરોગ્યલક્ષી પ્રશ્નોનોના નિરાકરણ માટે સબંધિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સામૂહિક આરોગ્ય કેન્દ્રના સંપર્ક નંબરો પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

પાટણ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અનેકવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. માસ્કના ફરજીયાત ઉપયોગ, સેનેટાઈઝેશન અને સામાજીક અંતરના પાલનનો સંદેશ વિવિધ માધ્યમો દ્વારા જનજન સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા ૪૭૫ ગામના સરપંચો સાથે ટેલિકોન્ફરન્સ યોજી જરૂરી માર્ગદર્શન આપવા સાથે કોવિડ સંક્રમણને અટકાવવા આવશ્યક પગલા લેવા અપીલ કરી હતી.

કયા નંબર પર કરશો સંપર્ક?
ક્રમ તાલુકો ટેલિફોન નં.
૧ પાટણ, સરસ્વતી, ચાણસ્મા ૦૨૭૬૬-૨૩૩૩૦૩
૨ સિદ્ધપુર ૦૨૭૬૬-૨૩૨૨૪૦
૩ સમી, હારીજ, શંખેશ્વર ૦૨૭૬૬-૨૨૦૪૬૦
૪ રાધનપુર, સાંતલપુર ૦૨૭૬૬-૨૨૪૮૩૦
૫ તમામ તાલુકા ૧૦૭૭

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures