Patan ST corona

પોલીસ વિભાગે માસ્ક વગર ફરતા વ્યક્તિઓ પાસેથી રૂ.૨૮ હજારનો દંડ વસૂલ્યો

‘સલામત સવારી, એસ.ટી. અમારી’ના સુત્રને સાર્થક કરતાં એસ.ટી.વિભાગે ઉતારૂઓના સ્વાસ્થ્યની સલામતીની પણ ચિંતા કરી છે. આરોગ્ય વિભાગના સંકલનમાં પાટણ ડેપો ખાતે કર્મચારીઓના કોવિડ એન્ટીજન ટેસ્ટીંગ માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ડેપોના આશરે ૨૦ કર્મચારીઓના રેપીડ ટેસ્ટ પૈકી તમામના રીઝલ્ટ નેગેટીવ આવ્યા.

એસ.ટી.વિભાગ દ્વારા કર્મચારીઓના કોવિડ ટેસ્ટીંગ ઉપરાંત નાગરિકોમાં પણ માસ્કના ફરજીયાત ઉપયોગ અંગે જાગૃતિ કેળવાય તે માટે માસ્ક અવેરનેસ ડ્રાઈવ અંતર્ગત ઉતારૂઓને માસ્ક પહેરવા સમજૂત કરવા સાથે માસ્કનું નિઃશુલ્ક વિતરણ પણ કરવામાં આવ્યું. જ્યારે સહાયક વાહનવ્યવહાર કચેરી દ્વારા પણ શહેરના વિવિધ વિસ્તારોમાં માસ્ક અવેરનેસ ડ્રાઈવ યોજી નાગરિકોને માસ્ક પહેરવા અપીલ કરી હતી.

કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકા અને કલેક્ટરના જાહેરનામા મુજબ માસ્કના ફરજીયાત ઉપયોગના આદેશનો ભંગ કરવા બદલ પાટણ જિલ્લા પોલીસ દ્વારા ૨૮ વ્યક્તિઓ પાસેથી રૂ.૨૮ હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો.