- ગુજરાત સરકાર એકતરફ દારૂબંધી હોવાના બણગા ફુંકી રહી છે. તેવામાં જ નરોડા વિસ્તારમાંથી ક્રાઇમબ્રાંચે 17 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ક્રાઇમબ્રાંચે બાતમીના આધારે પાયલોટિંગ કરી રહેલી કારને પણ કબજે લીધી હતી. 17 લાખના દારૂ સાથે કુલ 30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસમાં સામે આવ્યું કે સી.પી નામના કોઇ વ્યક્તિએ આ દારૂનો જથ્થો મંગાવ્યો હતો.
- ક્રાઇમબ્રાંચને બાતમી મળી હતી કે નરોડા દહેગામ રોડ પર જીઇબીની ઓફિસ પાસેથી એક ટ્રક દારૂનો જથ્થો ભરીને પસાર થવાની છે. તેને ધ્યાને લઇ આ વિસ્તારમાં વોચમાં ગોઠવાઇ ગઇ હતી. પોલીસે પહેલા તો કારને રોકી તેમાં બેઠેલા જીતેન્દ્રસિંગ રાઠોડ, રાજેન્દ્રસિંગ રાઠોડની અટકાયત કરી હતી. બાદમાં પાછળ આવતી ટ્રક પોલીસે રોકી અને તેમાંથી ડ્રાઇવર અસરફઅી મન્સુરી અને ક્લીનર અલીમહોમદ અલવીની અટકાયત કરી હતી.
- પોલીસે ટ્રકની તપાસ કરી તો તેમાં ચોખાના ભુસાની બોરીઓ પડી હતી. અને પાછળના ભાગે દારૂની અલગ અલગ વિદેશી બ્રાન્ડની પેટીઓ પડી હતી. પોલીસે ક્રાઇમબ્રાંચે આ મુદ્દામાલ લાવી ગણતરી કરતા કુલ 5040 નંગ દારૂની બોટલોનો જથ્થો ટ્રકમાંથી મળ્યો હતો. પોલીસે 17 લાખનો દારૂ, 10 લાખની ટ્રક, કાર અને મોબાઇલ ફોન સહિતનો કુલ 30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો
- પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરી કે આ જથ્થો અંબાલામાં એક ઢાબા પરથી સુરેન્દ્ર ચૌધરી નામના શખ્સે ભરી આપ્યો હતો. અને આ જથ્થો રાજસ્થાનના સી.પી. નામના કોઇ શખ્સે મંગાવ્યો હતો પણ ડિલિવરી ક્યાં કરવાની હતી તે બાબતે જણાવાયું ન હોવાની આરોપીઓએ કબૂલાત કરી હતી.
- હાલ સમગ્ર મામલે પોલીસે ચાર લોકોની ધરપકડ કરી દારૂ આપનાર અને મંગાવનારની શોધખોળ હાથ ધરી છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.