Sushant Singh Rajput
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના કેસમાં ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન ઑફ ક્રાઇમ એન્ડ સાયન્ટિફિક સર્વિસિસ (CSFL)એ એવો સંકેત કર્યો હતો કે સુશાંતની હત્યા થઇ હોય એવો કોઇ પુરાવો મળ્યો નથી. પરંતુ CSFL સાથે સંકળાયેલા એક સૂત્રે આ માહિતી આપી હોવાનો દાવો એક ટીવી ચેનલે કર્યો હતો.
આ પણ જુઓ : DRDO દ્વારા લેસર ગાઈડેડ એન્ટી ટેન્ક મિસાઈલનુ સફળ પરિક્ષણ
CSFLનાં સૂત્રોએ કહ્યું હતું કે આ કેસમાં ફાંસી લેતી વખતે સુશાંતના પગ ધરતીને સ્પર્શતા હતા. એ હવામાં નહોતો. એ પલંગ કે સ્ટૂલ જેવી કોઇ ચીજ પર ઊભો હશે. ક્રાઇમ સીનને નવેસર ભજવતી વખતે CSFLના ધ્યાનમાં આવ્યું હતું કે છત પરના પંખા સાથે લટકતા કપડાની સ્ટ્રેન્ગ્થ ટેસ્ટિંગ પછી એવા તારણ પર આવ્યું હતું કે આ આંશિક ફાંસી હતી.
આ પણ જુઓ : સુરત ONGCમાં ગેસ પાઈપલાઈન લીકેજ થતા મોટો બ્લાસ્ટ
સુશાંતે લટકી જવા માટે પોતાના બંને હાથનો ઉપયોગ કર્યો હશે. ત્યારબાદ શરીરને આંચકો આપીને સ્ટૂલ કે પલંગ જેવો ટેકો છોડી દીધો હશે. સુશાંતના ઓરડામાં હાજર હોય એવા કપડાથી ફાંસી લેવામાં આવી હતી.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.