Cyclone Jawad

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ જેવી ઘાટ સર્જાયો છે, રાજ્યના અનેક જિલ્લાઓમાં બેવડી ઋતુઓનો અહેસાસ થઈ રહ્યો છે એક તરફ વહેલી સવારે ઠંડીનો અનુભવ થાય છે તો બીજી તરફ બપોર બાદ બફારાનો અનુભવ થાય છે એવામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણએ માવઠા જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે.

Cyclone Jawad : આંદામાન સમુદ્ર અને તેને અડીને આવેલા બંગાળની ખાડી પર ઓછા દબાણના વિસ્તારની રચનાને કારણે તે આગામી થોડા કલાકોમાં ડિપ્રેશનમાં વધુ તીવ્ર બનશે. જેની અસર ગુજરાત પર પણ થઇ શકે છે.

હવામાન વિભાગના મતે આ વાવાઝોડું, બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની અને ત્યારપછી આ હવામાન પ્રણાલી માટે શરૂઆતના થોડા કલાકો સુધી આ મોસમના પ્રથમ ચક્રવાતમાં તીવ્ર બને તેવી સંભાવના છે.

ગુજરાત માટે આજનો દિવસ એટલે, 2 ડિસેમ્બર ભારે છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. આંધ્ર અને ઓડિશાના જવાદ વાવાઝોડાને પગલે ગુજરાતમાં 2 ડિસેમ્બરે વરસાદ પડી શકે છે.

બીજી ડિસેમ્બરેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટા ઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અન્ય જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદ સાથે 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે તો બીજી તરફ માવઠાની અસર વર્તાવાના કારણો ખેડૂતો પર પડતા પર પાટું જેવી ઘાટ સર્જાયો છે જેને લઈને કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024