Cyclone

Cyclone

અમેરિકાના લુઈસિયાના અને ટેક્સાસમાં ભયંકર વાવાઝોડું (Cyclone) ત્રાટક્યું છે. હવામાન વિભાગે તેને  સદીનું સૌથી મોટું તોફાન ગણાવીને અતિશય ખતરનાક તોફાનની કેટેગરીમાં મૂક્યું છે. 240 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે તોફાની પવન  ફૂંકાયો હતો. પાંચથી છ લાખ લોકોનું સ્થળાંતર કરાવાયું હતું. બે લાખ મકાનોમાં વીજળી ગૂલ થઈ હતી. ત્રાટક્યું છે. 2005માં ત્રાટકેલા કેટરિના કરતા પણ આ વાવાઝોડું વધારે ખતરનાક ગણાવાયું છે.

તેની તીવ્રતા જોઈને અમેરિકાના હવામાન વિભાગે તેને કેટેગરી-4માં મૂકીને અતિશય જોખમીની શ્રેણીમાં મૂક્યું છે. 240 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. હજુ પણ તોફાની પવનની તીવ્રતા વધે તેવી આગાહી છે. દરિયામાં હાઈટાઈડની સ્થિતિ સર્જાતા લુઈસિયાના અને ટેક્સાસના લગભગ પાંચથી છ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. બંને રાજ્યોની સ્થાનિક સરકારી બોડીએ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરીને લોકોને સલામત સ્થળે ખસેડયા હતા.

આ પણ જુઓ : ટૂંકું ને ટચ : અમદાવાદની એરપોર્ટ ઓથોરિટીની બિલ્ડીંગ કરાઈ સીલ

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ લોકોને સાવધાન અને સલામત રહેવાની અપીલ કરી હતી. અહેવાલોમાં દાવો થયો હતો કે 2005માં ન્યૂ ઓર્લિસમાં ત્રાટકેલા કેટરિના વાવાઝોડાં (Cyclone) પછી આ સૌથી ખતરનાક વાવાઝોડું છે. કેટરિનામાં 1800 કરતાં વધુ લોકોના મોત થયા હતા. 2020માં અમેરિકાના અલગ અલગ રાજ્યોમાં સાત-સાત વાવાઝોડાં ત્રાટકી ચૂક્યા છે.

આ પણ જુઓ : CRPF જવાને દારૂના નશામાં અંધાધૂંધ ફાયરિંગ કરતા બાળકને વાગી ગોળી

મેક્સિકોના શહેરો બાદ આ વાવાઝોડું અમેરિકામાં આવશે. આ વાવાઝોડું 300 કિલોમીટર દૂર છે. આઈસેલી નામનું વાવાઝોડું પણ મેક્સિકોથી 1000 કિલોમીટરના અંતરે સર્જાયું છે અને ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. અમેરિકાના નેશનલ હેરિકેન સેન્ટરે કેલિફોર્નિયા જેવા રાજ્યોને સાવધાન રહેવાની સલાહ આપી છે. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024