ફતેપુરાના હિન્દુ સંગઠનો દ્વારા લઘુમતી કોમના યુવકે સગીર હિન્દુ યુવતીને ભગાડી જવાના મુદ્દે આવેદન આપ્યુ…
ફતેપુરા તાલુકાના હિન્દુ સંગઠનો દ્વારા ગાંગરડી ગામના લઘુમતી કોમ ના યુવકે હિન્દુ સગીરવયની યુવતી ને ભગાડી જવાનો કિસ્સો બહાર આવ્યો હતો જેને લઈ હિન્દુ સંગઠનો દ્વારા સખ્ત વિરોધ નોંધાવ્યો હતો જેને લઇ ફતેપુરા તાલુકા મામલતદાર ને તેમજ ગૃહ મંત્રી હર્ષ સંઘવી ને સંબોધીને આવેદન પત્ર એનાયત કરવા માં આવ્યું હતું.

હિન્દુ યુવતી ને ભોળવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે તેમજ ધર્મ પરિવર્તન કરવા ના બદ ઈરાદા પૂર્વક હિન્દુ સગીરવય ની યુવતી ને ૨૭ તારીખ ના રોજ યુવતી બી.એસ.ઈ ની પરીક્ષા નું અંતિમ પેપર આપવા ગઈ હતી ત્યારે લઘુમતી કોમ નો સુફિયાન પટેલ દાહોદ ની નવજીવન કોલેજ થી ભગાવી ગયો હતો.
ગાંગરડી ગામે રહેતા જમાલુદિન ને ત્યાં છેલ્લા પાંચ વર્ષ સુફિયાન પટેલવ કામ કરતો હતો જે મૂળ પંચમહાલ ગોધરા નો રહેવાશી છે. જેના વિરૂદ્ધ સમગ્ર હિન્દુ સંગઠન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ ના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો અને બનાવના પગલે રોષ ભભૂકી ઉઠયો છે અને આગામી સમય માં આ હિન્દુ યુવતી ઘરે પાછી સોંપવા માં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.