Dahod District SP Balram Meena

હિન્દુ મુસ્લિમ આગેવાનો દ્વારા તહેવારોની શાંતિ પૂર્વક ઉજવણી માટે સર્વ સંમતિ સધાઇ

દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ આગામી ૩ મેના રોજ પરશુરામ જયંતિ તેમજ રમઝાન ઈદનો તહેવારની ઉજવણી શાંતિપૂર્વક કરવા સૌને અપીલ કરી છે.

આ સંદર્ભે તેમણે જણાવ્યું કે, અહીંની દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે હિંદુ તેમજ મુસ્લિમ આગેવાનોની શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં આગામી ૩ મે ના રોજના તહેવારોને શાંતિ પ્રેમ તેમજ ભાઈચારાથી ઉજવવા માટે હિન્દુ મુસ્લીમ આગેવાનો દ્વારા સર્વ સંમતિ સધાઇ હતી.

તેમણે ઉમેર્યું કે, પોલીસ દ્વારા આ તહેવારોમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને મેસેજ વાયરલ કરીને અશાંતિ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આવી પ્રવૃત્તી કરનારાઓ વિશે અમને તુરત જાણ કરવી. હિંદુ તેમજ મુસ્લિમ સંગઠનોએ પણ આ બેઠકમાં તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી કરવા માટે હકારાત્મક વલણ દાખવ્યું હતું અને સર્વસંમતિ સધાઈ હતી.

આ બેઠકમાં એ.એસ.પી જગદીશ બાંગરવા, નાયબ પોલીસ અધિક્ષક પરેશ સોલંકી, નાયબ પોલીસ અધિક્ષક હર્ષ બેન્કર, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર બી. ડી. શાહ, દાહોદ ટાઉન પોલીસ ઇન્સ્પેકટર વી.પી. પટેલ સહિતના પોલીસ અધિકારીઓ અને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024