Dahod

Dahod

શુક્રવારની સવારે દાહોદ (Dahod) જિલ્લામાં આત્મહત્યા કર્યાની ઘટના બની છે. દાહોદના સુજાઈ બાગ વિસ્તારમાં એક પરિવારના 5 સભ્યોએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટનામાં પતિ-પત્ની અને સંતાનો સાથે પાંચ વ્યક્તિએ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. પીડિત પરિવાર વ્હોરા સમાજનો હોવાના અહેવાલો આવી રહ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે છે.

આ પણ જુઓ : Yogi government : સરકારી પ્રોજેક્ટમાં ચીની કંપનીઓ ટેન્ડર નહીં ભરી શકે

આ ઘટનામાં મૃતકોમાં 7 વર્ષ,15,વર્ષ અને 17 વર્ષીય બાળકી સાથે દંપતીએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે. મૃતક પડીયા પાતરાળાનો વેપારી હતો. પ્રાથમિક તપાસમાં આ પરિવારના મોભી સામે આવ્યા હતા અને તેમણે જણાવ્યું કે ‘દેવું વધી જતા દીકરો ટેન્શનમાં હતો’. આ પરિવારે આર્થિક સ્થિતિ ખરાબ થવાના કારણે આ પગલું ભર્યું હોય તેવી આશંકા છે.

આ પણ જુઓ : PUBG હજુ પણ આ કારણે કોમ્પ્યુટર પર રમી શકાઈ છે

આ ઘટના માટે મૃતકના પિતા શબ્બીરભાઈ દૂધીયાવાલાએ મીડિયા સામે આવી જણાવ્યું હતું કે ‘હું ઘરડો માણસ છું, બોલી નથી શકતો, મારો સહારો કોણ બનશે. મને એટલું જાણમાં હતું કે મારા દીકરાએ તેની સાળી પાસેથી ગોલ્ડ લીધું હતું અને તેના કારણે તે દબાણમાં હતો. ટોર્ચરીંગમાં હતો. મૃતક પરિવારના મોભીના આવા આક્ષેપોથી ખલભળાટ મચી ગયો છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.