Dahod

  • દાહોદ (Dahod) તાલુકાના વડબારા ગામે ચકચારી બનાવ સામે આવ્યો છે
  • જેમાં પત્નિએ ભજીયા બનાવ્યા બાદ પતિ દ્વારા આ બનાવેલ ભજીયામાં ખામી કાઢતા બંન્ને પતિ – પત્નિ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડો તકરાર થયો હતો.
  • આ બાદ રાત્રીના સમયે આ બદલાની આગમાં પત્નિ દ્વારા પતિ ઉપર હિંસક હુમલો કર્યો.
  • પતિના માથાના ભાગે, કાનની પાછળના ભાગે તથા આંખની નીચેના ભાગે દાંતરડા જેવા હથિયાર વડે તથા પથ્થર વડે માર મારતાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતુ.
  • ઘટનાની જાણ વાયુવેગે પંથકમાં ફેલાતા આ બનાવથી પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
  • દાહોદ (Dahod) ના વડબારા ગામે મિનામા ફ્ળિયામાં રહેતા 35 વર્ષીય ભાદુભાઈ જોગડાભાઈ મિનામા અને તેમની પત્નિ રમીલાબેન ભાદુભાઈ મિનામા ઘરમાં હતા.
  • ગતરોજ પત્નિ રમીલાબેને જમવાનું પણ બનાવ્યું હતુ અને જમવામાં ભજીયાની વાનગી પણ બનાવી હતી.
  • ભજીયા અંગે પતિ ભાદુભાઈએ કહેલ કે, તે ભજીયા કેવા બનાવેલ છે, તેમ કહેતા ઉપરોક્ત પતિ પત્નિ વચ્ચે આ મામલે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી
  • તથા આ ઝઘડાએ ઉગ્રરૂપ પણ ધારણ કર્યું હતુ.
  • આ બાદ પતિ સહિત પરીવારજનોના સમજાવટને પગલે મામલો તે સમયે થાળે તો પડયો હતો
  • પરંતુ આ ઝઘડાથી એકદમ ઉશ્કેરાયેલ પત્નિ રમીલાબેને વહેલી સવારના ૪ વાગ્યાના સમયે સુતેલ પોતાના પતિ ભાદુભાઈ ઉપર હિંસક હુમલો કર્યો.
  • પથ્થ તથા દાંતરડા જેવા હથિયારથી માથાના ભાગે, કાનના પાછળના ભાગે તથા આંખની નીચેના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી દીધા.
  • તથા આ બનાવથી પરિવારજનોમાં સ્તબ્ધતા સહિત આક્રંદનો માહોલ છવાઈ ગયો હતો.
  • ઘટનાની જાણ ગ્રામજનો પણ થતાં લોકટોળા ઘટના સ્થળે ઉમટી પડયા હતા અને પોલીસ પણ આવી પહોંચી હતી.
  • આ સંબંધે મૃતક ભાદુભાઈના પિતા જોગડાભાઈ મગનભાઈ મિનામાએ પોતાની વહુ રમીલાબેન વિરૃધ્ધ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી.
  • ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ઘરી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024