લીમખેડા ગામ માં થોડા દિવસ અગાઉ બંધ મકાન નું તાળું તોડી સોના ચાંદી ના દાગીના તેમજ રોકડ મળી કુલ 29 લાખ 20 હજાર ની ઘરફોડ ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા.
લીમખેડા પોલીસે બાતમી ના આધારે ચોરી નો મુદ્દામાલ મૂકી રાખનાર મહિલા ને લીમખેડા બજાર માંથી ઝડપી પાડી.
ચોરી ના ગુનાને અંજામ આપનાર વડોદરા સેન્ટ્રલ જેલ માથી પેરોલ ઉપર આવેલ એક ચોર ને પણ પોલીસે ગુલબાર ગામે થી ઝડપી પાડ્યો.
પોલીસે ઘરફોડ ચોરી નો સોના તેમજ ચાંદી નો 24 લાખ 26 હજાર 900 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.