સિદ્ધપુર : ૫૦૦ સેમ્પલ ટેસ્ટીંગની ક્ષમતા ધરાવતી RT-PCR લૅબ શરૂ કરવામાં આવી.

પોસ્ટ કેવી લાગી?
  • જિલ્લામાં દિનપ્રતિદિન વધી રહેલા કોરોના સંક્રમણની સ્થિતિમાં વધુ ઝડપી અને બહોળા પ્રમાણમાં ટેસ્ટીંગ શક્ય બનશે
  • આગામી સમયમાં રાધનપુર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે પણ શરૂ કરવામાં આવશે RT-PCR લૅબ

પાટણ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને નાથવા જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આરોગ્ય સુવિધાઓને વધુ સક્ષમ બનાવવામાં આવી રહી છે. જે અંતર્ગત જી.એમ.ઇ.આર.એસ.મેડીકલ કોલેજ ધારપુર ખાતે શરૂ કરવામાં આવેલી ઉત્તર ગુજરાતની સૌપ્રથમ RT-PCR (મોલેક્યુલર) લૅબ ઉપરાંત હવે સિદ્ધપુર તાલુકાની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે પણ RT-PCR લૅબ શરૂ કરી દેવામાં આવી છે.

આ અંગે વાત કરતાં જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજ ધારપુરના ડિનશ્રી ડૉ.યોગેશાનંદ ગોસ્વામીએ જણાવ્યું કે, ધારપુર જનરલ હોસ્પિટલ ઉપરાંત હવે ૫૦૦ સેમ્પલના ટેસ્ટીંગની ક્ષમતા ધરાવતી RT-PCR લૅબ સિદ્ધપુર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે પણ શરૂ કરવામાં આવી છે. સાથે જ રાધનપુર ખાતે પણ RT-PCR લૅબ શરૂ કરવાની કામગીરી પ્રગતિમાં છે. જેનાથી ટ્રાન્સપોર્ટેશનનો સમય બચવાના કારણે સિદ્ધપુર અને સરસ્વતી ઉપરાંત રાધનપુર, સાંતલપુર, સમી અને શંખેશ્વર તાલુકાના નાગરિકોના કોવિડ સેમ્પલ્સના વધુ ત્વરીત ટેસ્ટ શક્ય બનશે.

જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે ત્યારે સમયસર સંક્રમણ અંગે રિપોર્ટ આધારે દર્દીને આઈસોલેટ કરવા સાથે પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે તો સંક્રમણ અટકાવી શકાય છે. આ સ્થિતિમાં વધુ ઝડપી અને બહોળા પ્રમાણમાં ટેસ્ટીંગ કરી શકાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રીની સુચના અનુસાર જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજ ધારપુરના ડિનશ્રી ડૉ.યોગેશાનંદ ગોસ્વામી દ્વારા ICMR Approval સહિત માત્ર એક જ અઠવાડિયામાં પ્રાયોગીક ધોરણે આ લૅબ શરૂ કરવામાં આવી છે.

ઉપરાંત RT-PCR લૅબમાં કામગીરી સરળ અને સુચારૂપણે થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા જી.એમ.ઇ.આર.એસ.મેડીકલ કોલેજ ધારપુર ખાતે ૦૨ તથા રાધનપુર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે ૦૧ માઈક્રોબાયોલોજીસ્ટની પ્રતિનિયુક્તિ પર નિમણૂંક કરવામાં આવી છે. સાથે જ સિદ્ધપુર ખાતે શરૂ કરવામાં આવેલી લૅબની કામગીરી માટે પેથોલોજીસ્ટ અને ટેક્નિશિયન સ્ટાફને તાલીમ પણ આપવામાં આવી છે તથા રાધનપુર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના સ્ટાફને તાલીમ આપવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, કોવિડ-૧૯ની પ્રથમ લહેર દરમ્યાન ICMR Approval મળતાં તા. તા.૧૦/૦૫/૨૦૨૦ના રોજ ધારપુર ખાતે આવેલી જી.એમ.ઇ.આર.એસ.મેડીકલ કોલેજ ખાતે ઉત્તર ગુજરાતની સૌપ્રથમ RT-PCR (મોલેક્યુલર) લૅબ શરૂ કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં પાટણ અને બનાસકાંઠા જિલ્લાના આશરે ૩.૩૫ લાખ કરતાં વધુ સેમ્પલના ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures