ભાજપ પ્રેરિત પેનલ ના ત્રણ વિભાગો પર ભવ્ય વિજય મેળવ્યો.
ફતેપુરા તાલુકા ના ફતેપુરા એ.પી.એમ.સી ની ચૂંટણી ૨જી ફેબ્રુઆરીએ યોજાઈ હતી અને ૩જી તારીખ ચૂંટણી પરિણામ જાહેર થતાં ફતેપુરા ના ભાજપ ના પક્ષ મા અવતા ભાજપ ના કાર્યકર્તાઓમા ઉત્સાહ જોવા મળ્યો હતો ભાજપ પ્રેરિત ઉમેદવારો નો વિજય થતાં ઉમેદવારો એ ફટાકડા ફોડી ઢોલ ના તાલે વિજય યાત્રા યોજી હતી.
ફતેપુરા ખેડુત મત વિભાગ મા કુલ ૧૬ ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી હતી જેમાં જીતેન્દ્ર રણજીતસિંહ ચૌહાણ ને ૨૪ મત ,પ્રફુલભાઈ દલસીંગભાઈ ડામોર ૨૪ મત,કાળુભાઈ લેમ્બાભાઈ લબના ને ૨૪ મત ,જાલાભાઈ લાખમાભાઈ ચરપોટ,સુનિલભાઈ ધનજી કટારા ને ૧૭ મત, નાથાભાઈ ટીટાભાઈ ડીન્ડોર ને ૧૭ મત, શંકરભાઈ જગાભાઈ ગરાસિયા ને ૧૬ મત, પાંડોર ચતુરભાઈ વાલાભાઈ ને ૧૬ મત, ભીખાભાઈ કાનજીભાઈ મછારા ને ૧૬ મત મળતા વિજેતા જાહેર કરવામાં અવ્યા હતા.
તેમજ વેપારી વિભાગ મા કુલ ૧૦ ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી હતી જેમાં સુભાષચંદ્ર અગ્રવાલ ને ૫૧ મત, ખાંડેવાલ કૃષ્ણકુમાર નંદકિશોર ને ૩૭ મત ,કલાલ વિઠલદસ ને ૩૫,શંકરલાલ હરીવલ ખાંડેવાલ ને ૩૪ મત મળતા વિજેતા ઉમેદવાર જાહેર કરવા મા આવ્યા હતા.
ખરીદ વેચાણ વિભાગ મા બે ઉમેદવારો ઉમેદવારી નોંધાવી હતી જેમાં ચારેલ વીરજીભાઈ ને વધુ મત મળતા વિજેતા જાહેર કરાયા હતા.