Dahod SOG Police

દાહોદ જીલ્લો જાણે નશાના કારોબારનો હબ બન્યો હોય તેમ, એક પછી એક જગ્યાથી નશાનુ વાવેતર ઝડપાઇ રહ્યુ છે. ત્યારે પોલિસે આજે વધુ, ઝાલોદ તાલુકાના વરોડ ગામના સુરપળી ફળીયામાથી 3 જેટલા ખેતરોમાથી લીલા ગાંજાના છોડ અને સુકો ગાંજો ઝડપી પાડી, સ્થળ ઉપરથી બે આરોપીઓને ઝડપી પડ્યા છે, જયારે એક આરોપી ફરાર છે.

ASP ઝાલોદ વિજયસિંહ ગુર્જર ને બાતમી મળી હતી કે, ઝાલોદ તાલુકાના વરોડ ગામના સુરપળી ફ્ળીયામા રહેતા સુરેશભાઈ વાલાભાઇ નીનામા, અરવિંદભાઇ ઉર્ફે કાળુભાઇ મગનભાઈ મકવાણા, મગનભાઈ વિરાભાઈ ડામોરના ખેતરમા ગાંજાનુ વાવેતર કરેલ છે. જે મળેલ બાતમીના આધારે, ASP ઝાલોદ વિજયસિંહ ગુર્જર, SOG PI એચ પી કરેણ, SOG PSI બી.એ.પરમાર તેમજ લીમડી પોલીસ દ્વારા બાતમીવાળી જગ્યાએ સંયુક્ત રેડ કરતા આ ત્રણેય ઈસમોના ખેતરોમા વાવેતર કરેલ 27 કિલો લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા, જયારે મગનભાઇ ડામોરના ધરમાથી સુકા ગાંજાનો બે કિલો જેટલો પાવડર મળી આવ્યો હતો.

જેથી પોલીસે આ ત્રણેય આરોપીઓ પાસેથી કુલ ₹ 2,92,600/- ની કિંમતનો 29 કિલો જેટલો લીલો તથા સૂકો ગાંજો કબ્જે કરી આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એકટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024