Patan : આપણા શાસ્ત્ર અને ધર્મમા અલગ-અલગ પ્રકારની ઘટનાઓને લઈને વરસાદની આગાહી કરવાની પ્રણાલી ચાલતી આવી છે, તેમાં એક લોકવાયકા એવી છે કે જો ટિટોડી જમીનમાં માળો બનાવીને ઈંડા મુકે તો વરસાદ મોડો થાય.
હાલમાં કોલેજના રમતગમતના મેદાન ઉપર ટિટોડીએ ચાર ઈંડા જમીન પર માળો બનાવીને મુક્યા છે. જેના ઉપરથી એવું માનવામાં આવે કે, જમીન ઉપર માળો હોવાથી પ્રમાણમા વરસાદ ઓછો પડી શકે, પરંતુ એવું નથી હોતું લોકવાયકા મુજબ જમીન પર માળો મુકવાનો અર્થ એ છે કે, જ્યાં સુધી ટિટોડી આ ઈંડાને સેવે અને ઈંડાનું કવચ તોડીને આ દ્વિજ બાળ, ટિટોડીના બચ્ચા બહાર નહીં આવે ત્યાં સુધી રિમઝીમ કે ધોધમાર વરસાદ નહીં વરસે. જેવા આ ઈંડામાથી બચ્ચા બહાર આવશે એટલે વરસાદ આવી શકે.
આ પક્ષીને વાતાવરણની ગરમી અને વાતાવરણના બાફને અનુભવીને એટલું સ્પંદન થતું હોય છે, જ્યાં સુધી ઈંડા સેવવાનો નિશ્ચિત સમય પુરો નઈ થાય ત્યાં સુધી વરસાદ નઈ આવે. પશુ, પંખી અને જીવજંતુઓની વાતાવરણ પરખવાની ઈન્દ્રિય અદ્ભુત હોય છે જેમાં કાચિંડાનું પણ નિરિક્ષણ કરવાથી આપણે કહી શકીએ કે વરસાદ ટુંક સમયમાં જ આવશે કે નઈ. જો કાચિંડાની ગરદનનો ભાગ ગુલાબીથી લાલાશ પડતો દેખાય તો સમઝવાનું કે એક અઠવાડિયાથી દસ દિવસમા વિધિવત ચોમાસાની શરૂઆત થશે. હાલ તો આર્ટસ કોલેજ, પાટણના મેદાનમાં ટિટોડીએ ઈંડા મુક્યાછે એટલે જ્યાં સુધી ઈંડામાથી બચ્ચા બહાર નઈ આવે ત્યાં સુધી વરસાદની ચાતક નજરે રાહ જોવી જ રહીં.