Daughter in law

અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં પુત્રવધુ (Daughter in law) એ સાસરિયા પક્ષ સામે શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. પુત્રવધુ એ સસરા પર ગંભીર આક્ષેપ મુક્યા છે કે, તેના સસરા તાંત્રિક છે અને પુત્રવધુ પર તાંત્રિક વિધિઓ કરે છે. ફરિયાદી મહિલાનું  નામ છે નીલમ સુદ્રા છે. નીલમ બહેનના લગ્ન વર્ષ 2016માં સામાજિક રીતિરિવાજ પ્રમાણે હિતેશ સુદ્રા સાથે થયા હતા. 

લગ્નના એક વર્ષ સુધી બધુ યોગ્ય ચાલતું હતું. ત્યાર પછી ઝગડા શરુ થયા હતા. ત્યારે પુત્રવધુ (Daughter in law) નીલમ બહેનના આક્ષેપ છે કે, તેના સસરા નરસિંહ ભાઈ સુદ્રા તાંત્રિક છે. તેના પર તાંત્રિક વિધિઓ કરે છે. જેને લઇને નીલમ બહેને તેના પતિ હિતેશ સુદ્રા સાસુ પુષ્પાબેન  સુદ્રા સસરા નરસિંહભાઇ સુદ્રા અને નણંદ રીનાબેન સામે શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે.

પરણિતા નીલમ સુદ્રાના આક્ષેપ છે કે તેના પર સસરા નરસિંહ ભાઈ એ તાંત્રિક વિધિ કરેલ છે. જેના કારણે તેને ઊંઘ ન આવતી નહોતી. તથા શરીર પર જીવડા ફરતા હોવાનો અનુભવ થઇ રહ્યો હતો. આ સાથે જ સસરા નરસિંહભાઇ પુત્રવધુ (Daughter in law) ના કપડા લઇ જઈને તેમાં તાંત્રિક વિધિ કર્યા બાદ પુત્રવધુને પહેરવા આપતા હોવાનો પણ આક્ષેપ પુત્રવધુ કરી રહી છે. 

ઉપરાંત પુત્રવધૂએ જણાવ્યું કે, પતિ અને સસરા એમ કહેતા હતા કે તું નીલમ નથી અને તારી અંદર અન્ય કોઈ ખરાબ વસ્તુ છે. ત્યારે નરોડા પોલીસે  પતિ હિતેશ સુદ્રા સાસુ પુષ્પાબેન  સુદ્રા સસરા નરસિંહભાઇ  સુદ્રા અને નણંદ રીનાબેન સામે શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે કે હક્કીકતે કોઈ તાંત્રિક વિધિ થઇ છે કે કેમ તે અંગે તપાસ ચાલુ કરી છે. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024