New Civilફાઈલ તસ્વીર

G.G.

જામનગરની પ્રખ્યાત G.G. હોસ્પિટલના ICU માં આગ ફાટી નીકળી છે. G.G. હોસ્પિટલના ઇકો ICU વિભાગમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આગ લાગતા ધુમાડાના ગોટેગોટા હોસ્પિટલમાં ચારેતરફ ફરી વળ્યા હતા. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

મળતી માહિતી મુજબ, જામનગરની જૂની G.G. હોસ્પિટલમાં આગ લાગી છે. જેમાં ગંભીર હાલતમાં સારવાર લેતા દર્દીઓને રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યાં છે. જોકે, આ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ સારવાર નથી લઈ રહ્યાં. પરંતુ જામનગરની આ સૌથી મોટી હોસ્પિટલ છે, જેમાં જામનગર જિલ્લાના હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર લેતા હોય છે.

જોકે, આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે. આઈસીયુના ઈકો મશીનમાં શોર્ટ સર્કિટ થયું હતું, જેથી આગ લાગી હતી. તેમજ જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગવાથી ભારે અફરાતફરી સર્જાઈ હતી. દર્દીઓને હાથમાં ઉંચકીને બહાર લઈ જવાયા હતા. તો આઈસીયુમાંથી ધુમાડા બહાર નીકળતા દેખાયા હતા. 

ફાયર વિભાગની ટીમે 15 થી 20 મિનીટમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. ત્યારે પ્રશાસન દ્વારા રાહતનો શ્વાલ લેવાય હતો. દર્દીઓને તાત્કાલિક બહાર કાઢીને અન્યત્ર સારવાર માટે ખસેડાયા હતા. જોકે, એક મહિનાની અંદર હોસ્પિટલમાં આગ લાગવાનો ગુજરાતનો આ બીજો બનાવ છે. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024