dawood

Dawood

પાકિસ્તાન એ થોડા દિવસો પહેલા એવું કબૂલી લીધું હતું કે મોસ્ટવોન્ટેડ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim)નું ઘર કરાચીમાં જ છે. હવે તેની પ્રેમિકાને લઈને વધુ એક ખુલાસો થયો છે. દાઉદની પાકિસ્તાની પ્રેમિકાને લોકો ‘ગેંગસ્ટર ગુડિયા’ના નામે ઓળખે છે. દાઉદની નવી ગર્લફ્રેન્ડ 37 વર્ષની જ છે. તે દાઉદ કરતા 27 વર્ષ નાની છે. તેને ‘બિલ્લી’ના નામથી પણ ઓખવામાં આવે છે.

દાઉદ છેલ્લા થોડા સમયથી પાકિસ્તાનની એક એવરેજ ગણાતી અભિનેત્રી મહવીશ હયાત પાછળ ગાંડો થયો હોવાનું જાણવા મળ્યું હતું. દાઉદ કરતાં ઉંમરમાં 27 વર્ષ નાની આ અભિનેત્રી પાકિસ્તાનના ફિલ્મોદ્યોગમાં સાવ સામાન્ય અથવા કહો કે સી ક્લાસની અભિનેત્રી ગણાતી હતી, પરંતુ દાઉદે પોતાની રાજકીય વગના પગલે વર્ષ 2019માં આ અભિનેત્રીને એક બહુ પ્રતિષ્ઠિત નાગરિક સન્માન તમગા-એ -ઇમ્તિયાઝ અપાવ્યું ત્યારે પાકિસ્તાની ફિલ્મોદ્યોગમાં ખળભળાટ મચી ગયો હતો.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.