Delhi Capitals

દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે આઈપીએલ સિઝન 13 ની બીજી મેચ રમાઈ હતી. જેમાં દિલ્હીએ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આમ પહેલા બેટિંગ લઈને દિલ્હીએ (Delhi Capitals) પંજાબને 158 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ માટે તેને 8 વિકેટો ગુમાવવી પડી હતી.

જોકે, કિંગ્સ ઈલેવન પંજાબના ખેલાડીઓએ 20 ઓવરના અંતે 157 રન બનાવ્યા હતા. આમ બંને ટીમના એક સરખા રન થતાં મેચમાં ટાઈ થઈ હતી. ત્યારબાદ સુપર ઓવર રમાઈ હતી. જેમાં દિલ્હી (Delhi Capitals) ની જીત થઈ હતી.

દિલ્હીએ (Delhi Capitals) આપેલા 158 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબની શરૂઆત ધીમી રહી હતી. ટીમે 5મી ઓવરના ત્રીજા બોલ પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. કેએલ રાહુલ (21)ને મોહિત શર્માએ બોલ્ડ કરીને દિલ્હીને પ્રથમ સફળતા અપાવી હતી. રાહુલે 19 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.

આ બાદ કરૂણ નાયર (1) અને નિકોલસ પૂરન (0)ને રવિચંદ્રન અશ્વિને એક જ ઓવરમાં આઉટ કરીને પંજાબને બેકફૂટ પર ધકેલી દીધું હતું. ત્યારબાદ રબાડાએ ગ્લેન મેક્સવેલ (1)ને અય્યરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આમ પંજાબે 35 રનના સ્કોર પર પોતાની ચોથી વિકેટ ગુમાવી હતી. ટીમને પાંચમો ઝટકો સરફરાઝ ખાન (12)ના રૂપમાં લાગ્યો હતો. જેને અક્ષર પટેલે આઉટ કર્યો હતો. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024