Sputnik V

DCGI

ડ્ર્ગ્સ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા (DCGI)એ કોરોનાની રસી સ્પૂટનિક ફાઇવની ત્રીજી ટ્રાયલને મંજૂરી આપી દીધી હતી. આ રસી રશિયામાં બની રહી છે અને ભારતમાં ડૉક્ટર રેડ્ડીની લેબોરેટરીમાં તૈયાર થઇ રહી હતી.

હૈદરાબાદમાં આવેલી ડૉક્ટર રેડ્ડીની લેબોરેટરીમાં સ્પૂટનીક ફાઇવ રસી તૈયાર છે અને ડૉક્ટર રેડ્ડીએ જણાવ્યા મુજબ ત્રીજી ટ્રાયલમાં 1500 સ્વયંસેવકોને આ રસી આપવામાં આવશે. ગુજરાત રાજ્યમાં ઝાયકોવિડ રસી અત્યારે ટ્રાયલના તબક્કામાં છે. હવે ડૉક્ટર રેડ્ડીની રસી પણ ટ્રાયલના તબક્કામાં આવી ચૂકી હતી.

આ પણ જુઓ : CM અને DYCM ની હાજરીમાં ગુજરાતમાં રસીકરણનો પ્રારંભ

ડૉક્ટર રેડ્ડીની રસીની ત્રીજા તબક્કાની ટ્રાયલની પરવાનગી આપવા અગાઉ ડેટા એન્ડ સિક્યોરિટી મોનિટરીંગ બોર્ડ દ્વારા એના બીજી ટ્રાયલના રિપોર્ટના અભ્યાસમાં સંતોષ થયા બાદ ડૉક્ટર રેડ્ડીની રસીને ત્રીજી ટ્રાયલની પરવાનગી આપવામાં આવી હતી.

ડૉક્ટર રેડ્ડીની લેબોરેટરીના સહાધ્યક્ષ જે વી પ્રસાદે કહ્યું કે ક્લીનીકલ ટ્રાયલ એક મહત્ત્વનો તબક્કો છે. અમે આ મહિનામાં જ ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ કરી દઇશું. ભારતની પ્રજા માટે એક સુરક્ષિત રસી તૈયાર કરવાની અમને આશા છે.