CM અને DYCM ની હાજરીમાં ગુજરાતમાં રસીકરણનો પ્રારંભ

Vaccination
- Advertisement -

This browser does not support the video element.

Vaccination

કોરોના વેક્સિનનો જથ્થો દેશમાં આવી પહોંચ્યો છે. તેમજ ગુજરાતમાં પણ જથ્થો આવી પહોંચ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન બાદ દેશભરમાં કોરોના રસીકરણ (Vaccination) નો પ્રારંભ થયો છે.તદુપરાંત ગુજરાતમાં પણ રસીકરણની શરૂઆત થઈ છે.

દિલ્હીમાં પ્રથમ રસી આપવાના સમયે આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધન હાજર રહ્યા હતા. જયારે ગુજરાતમાં રસીકરણના પ્રારંભે મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મંત્રી નીતિન પટેલ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા. આ ઉપરાંત આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. 

આ પણ જુઓ : પાટણમાં આજે 300 કોરોના વોરિયર્સને રસી અપાશે

અમદાવાદમાં પહેલો ડોઝ એમઆઈસીના પૂર્વ પ્રેસિડન્ટ ડોકટર કેતન અને નવીન ઠાકરને સંસ્કૃત શ્લોકના મંત્રોચ્ચાર સાથે આપવામાં આવ્યો. સીએમ રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે વેક્સિન લેનારને બેચ લગાવી સન્માનિત કર્યા.