dead body of a youth was found in the old subjail campus of Patan

Patan : પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલી બંધ જૂની સબ જેલના કેમ્પસમાં શુક્રવારની સાંજે કોઈ અજાણ્યા ઈસમની લાશ મળી આવી હતી. જેની જાણ પાટણ એ ડિવિઝન પોલીસને થતા પાટણ એ – ડિવિઝન પીએસઆઇ પરમાર સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી લાશનું પંચનામું કરી પીએમ અર્થે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી.

પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે બોલાવી લાશની ઓળખ વિધી કરાવી લાશનું પીએમ કરાવી તેના વાલી વારસોને સોંપી લાશ

પોલીસે લાશની ઓળખ વિધિ હાથ ધરતા લાશ પાટણ શહેરના અનાવાડા દરવાજા વિસ્તારમાં રહેતા ભગાભાઈ ભરવાડ નામના વ્યક્તિની હોવાનું અને તે બે દિવસ થી ઘરે કોઈને કંઈ કહ્યા વગર નિકળી ગયેલ હોવાની જાણ થતા પાટણ એ ડિવિઝન પોલીસે તેઓના પરિવારજનોને જાણ કરી પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે બોલાવી લાશની ઓળખ વિધી કરાવી લાશનું પીએમ કરાવી તેના વાલી વારસોને સોંપી આગળની તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024