Death of an unknown Issam due to cold in Chaturbhuj garden
  • શહેરના ચતુર્ભુજ બગીચામાં ઠંડી નાં કારણે અજાણ્યા ઈસમનુ મોત નિપજ્યું..
  • કોર્પોરેટર ભરત ભાટીયાએ ધટના સ્થળે પહોંચી પોલીસ ને જાણ કરાતા પોલીસે તજવીજ હાથ ધરી..
  • પાટણમાં ચાલુ સાલે ઠંડીના કારણે મોત નિપજ્યું હોવાની પ્રથમ ધટના સામે આવી..

પાટણ શહેર ના મધ્યમાં આવેલ પાલિકા સંચાલિત ચતુરર્ભુજ બાગમાં શનિવારની વહેલી સવારે કોઇ એક અજાણ્યા ઈસમ નું કડકડતી ઠંડીના કારણે મોત નિપજ્યું હોવાની ધટના પ્રકાશ માં આવતાં અને આ બાબતે પોલીસ ને જાણ કરાતા પોલીસે ધટના સ્થળે પહોંચી મૃતક ની ઓળખ વિધી માટે ની કામગીરી હાથ ધરી છે.

છેલ્લા ત્રણેક દિવસથી શહેરમાં ઠંડી નું જોર વધ્યું છે દિવસ દરમિયાન સુસવાટા બંધ પવનની સાથે શિત લહેર ઠંડી નાં કારણે લોકો કામ વગર ધરની બહાર નિકળવાનું ટાળી રહ્યા છે.તો બહાર નિકળતા લોકો પણ ગરમ વસ્ત્રો ધારણ કરી કામ અથૅ નિકળતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ કડકડતી ઠંડીમાં શનિવારે સવારે શહેરના ચતુર્ભુજ બગીચામાં કોઈ અજાણ્યા ઈસમનું ઠંડી નાં કારણે મોત નિપજ્યું હોવાની જાણ પાટણ નગરપાલિકાના કોર્પોરેટર અને શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત ભાટીયા ને થતા તેઓએ તાત્કાલિક ધટના સ્થળે પહોંચી પોલીસ ને જાણ કરાતા પોલીસે ધટના સ્થળે આવી પહોંચી લાશની તપાસ હાથ ધરી મૃતકનાં વાલી વારસોની ભાળ મેળવવા તજવીજ હાથ ધરી છે.

પાટણ શહેરમાં ઠંડી નાં કારણે મોત નિપજ્યું હોવાની આ શિયાળાની ઋતુમાં પ્રથમ ધટના પ્રકાશમાં આવી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024