જિલ્લામાં કોવિડ-૧૯ સામે લડવા માટેની તકેદારી રૂપે કરાયો નિર્ણય

પોસ્ટ કેવી લાગી?
  • સમગ્ર દેશ અને રાજયમાં કોરોના વાયરસનો વધતો વ્યાપ અટકાવવા માટે સરકારી તંત્ર ખડે પગે છે. કોરોના વાયરસને અટકાવવા માટે સરકાર તમામ સ્તરે પુરતાં પ્રયાસો કરી રહી છે. આ સમયે નાગરિકો સલામત રહે અને આ રોગના સકંજામાંથી બચી શકે એ માટે વહીવટીતંત્ર સજાગ છે. આ માટે પાટણ જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલના માર્ગદર્શનથી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખની સૂચનાથી જિલ્લા રજીસ્ટ્રાર(જન્મ-મરણ) એ જિલ્લાના તમામ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી તથા તલાટી કમ મંત્રીશ્રીઓને એમના વિસ્તારમાં થતા મૃત્યુની નોંધણી કરીને તરત જ મેડિકલ ઓફિસરશ્રીને જાણ કરવા માટે સૂચિત કર્યા છે
  • સરકારશ્રીના નિયમો પ્રમાણે કોઇપણ મૃત્યુ થાય એની નોંધણી ફરજિયાત છે. એ દરેક વ્યક્તિનો નાગરિક ધર્મ પણ છે. પરંતુ કોવિડ-૧૯ જેવી મહામારીના સમયમાં આ કામગીરી વિશેષ કાળજી લઇને કરવામાં આવે એ જરૂરી છે. નગરપાલિકા કે ગ્રામ પંચાયત વિસ્તારમાં થતા મૃત્યુની નોંધણી કરી તરત જ મેડીકલ ઓફિસરના ધ્યાને મુકવામાં આવે તો શંકાસ્પદ મૃત્યુના કેસમાં તકેદારીના યોગ્ય પગલાં લઇ શકાય. જિલ્લા વહીવટીતંત્રના આ અગમચેતીના અભિગમમાં નાગરિકો સાથ-સહકાર આપે એ અપેક્ષિત છે.

PTN NEWS હવે દેશ વિદેશ ના દરેક સમાચાર નિહાળો ગમે ત્યા ગમે તે સમયે.

Youtube Subscribe Now
Click Here – PTN NEWS

Facebook Like Page
Click Here – PTN NEWS

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures