પાટણમાં સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા શહેરના જુદા જુદા ૭ વિસ્તારોમાં ઊભી રહેશે શાકભાજીની લારીઓ.

પોસ્ટ કેવી લાગી?

પાટણ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પાટણ જિલ્લામાં અત્યાર સુધી કુલ ૨૦ કોરોના પોઝિટીવ દર્દીઓ નોંધાયા છે. આ સંખ્યા વધે નહી એ માટે વહિવટી તંત્ર કટિબધ્ધ છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની ખરીદી માટે સવારે ૫ થી બપોરે ૧૨ વાગ્યાનો સમય રાખવામાં આવ્યો છે. ખાસ કરીને શાકભાજીની ખરીદી વખતે પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોની ભીડ એકઠી થાય છે અને સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાતું નથી. જેથી કોરોના સંક્રમણનો ભય રહેલો છે.

આ સમસ્યા નિવારવા માટે જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલની સૂચનાથી પ્રાંત અધિકારીશ્રી પાટણ અને નગરપાલિકાની ટીમ દ્વારા પાટણ શહેરમાં અલગ અલગ ૭ જગ્યાઓ એ લોકડાઉનના સમયગાળા દરમિયાન વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે શાકભાજી માર્કેટ માટે જગ્યાની ફાળવણી કરી છે. જયાં શહેરના શાકભાજી વેચનાર ફેરીયાઓ પોતાની લારી લઇને વેચાણ કરી શકશે. જેમાં શાકભાજી વેચનારાઓ વચ્ચે અને ગ્રાહકો વચ્ચે કોરોના સંક્રમણ અટકે તે
માટે સોશિયલ ડિસ્ટન્સીંગનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે.

આ વ્યવસ્થામાં જુદા જુદા ૭ મેદાનો પર શાકભાજી વેચવાની પ્રક્રિયા થશે અને નાગરિકો પણ પોતાના આજુબાજુના શાકમાર્કેટમાંથી શાકભાજી ખરીદી શકશે. નાગરિકોએ પોતાનું વાહન મેદાનની બહાર પાર્ક કરીને ખરીદી કરવાની રહેશે. લોકડાઉન માટેના તમામ અન્ય નિયમો અહીં લાગુ પડશે. આ માર્કેટમાં નગરપાલિકાના ૧૧ વોર્ડમાં ૨૨ કમિટી બનાવેલી છે. જે સુપરવિઝન કરશે. શહેરમાં અન્ય કોઇપણ જગ્યાએ આ સ્થળો સિવાય શાકભાજી વેચવા પર પ્રતિબંધ રહેશે.

શાકભાજી વેચાણ માટે જે વૈકલ્પિક સાત સ્થળો નક્કી કરાયા છે એમાં ખાડિયા શોપિંગ સેન્ટરની બાજુમાં અને શ્યામા પ્રસાદ મુખર્જી હોલ સામેની જગ્યા તથા પ્રગતિ મેદાનની બાજુની જગ્યા, પદ્મનાભ ચાર રસ્તા પાસે બકુલ પાર્ટી પ્લોટની બાજુની ખુલ્લી જગ્યા, એમ.એન.હાઇસ્કૂલના ખુલ્લા ગ્રાઉન્ડવાળી જગ્યા, પશુપાલન કચેરીની સામેની જગ્યા, પાટણ પાંજરાપોળની ખેતરવાળી જગ્યા, ટી.પી.સ્કીમ નં.૧ ની નગરપાલિકાની જગ્યા, હારીજ રોડ પર ખોડિયાર નગર સોસાયટી બાજુની જગ્યા છે. અહીંથી આસપાસના રહીશો સવારે પાંચ થી બપોરે બાર વાગ્યા સુધી શાકભાજીની ખરીદી કરી શકશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે આ ખરીદી કરતી વખતે ચહેરા પર માસ્ક લગાવવો અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવું ફરજિયાત છે.

PTN NEWS હવે દેશ વિદેશ ના દરેક સમાચાર નિહાળો ગમે ત્યા ગમે તે સમયે.

Youtube Subscribe Now
Click Here – PTN NEWS

Facebook Like Page
Click Here – PTN NEWS

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures