Drugs case
સુશાંત સિંહ રાજપૂત કેસમાં એક્ટ્રેસ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર જેવી હસ્તીઓના નામ ડ્રગ્સ કનેક્શન (Drugs case)માં સામે આવ્યા છે. શુક્રવારે NCBને રકુલ પ્રીતથી પૂછપરછ કરી હતી. રકુલપ્રીતે પૂછપરછમાં અનેક મોટા ખુલાસા કરતા જણાવ્યું છે કે, ડ્રગ્સ તેમના ઘર પર હતું, અને તે રિયાએ જ રખાવ્યું હતુ.
NCBએ દીપિકા (Deepika Padukone) ના મેનેજર કરિશ્માની પણ પૂછપરછ કરી. દીપિકાની કરિશ્મા સાથેની ચેટ વાયરલ થઈ હતી. વોટ્સએપ ગ્રૂપમા કરિશ્મા અને દીપિકા વાત કરી રહી હતી, દીપિકા તેમાં એડમિન હતી. આ વોટ્સએપ ચેટમાં દીપિકા ડ્રગ્સને લઈને વાત કરી રહી છે. એનસીબીએ દિપીકા પાદુકોણને શનિવારે સવારે 10 વાગ્યે બોલાવી છે.
આ પણ જુઓ : WHO એ આપી ચેતવણી, ફરી ઝડપથી વધી રહ્યું છે સંક્રમણ
શનિવારે દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર સાથે એનસીબીના અધિકારીઓ પૂછપરછ કરશે. સાથે જ દીપિકાની મેનેજર કરિશ્મા પ્રકાશને પણ શનિવારે ફરીથી બોલાવવામાં આવી છે. તેને પૂછપરછ માટે એનસીબી ગેસ્ટ હાઉસ બોલાવાઈ છે.
આ પણ જુઓ : રાધનપુર ખાતે GIDCના ચેરમેનશ્રી ના અધ્યક્ષસ્થાને સાત પગલા ખેડૂત કલ્યાણના કાર્યક્રમ યોજાયો
ડ્રગ્સ કેસ મામલે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના ડેપ્યુટી જનરલે ડાયરેક્ટર સમીર વાનખેડેએ કહ્યું કે, અનુભવ ચોપરા અને ક્ષિતિજ પ્રસાદની હજી સુધી ધરપકડ કરવામા આવી નથી. બંનેની માત્ર અટકાયત કરાઈ છે. એનસીબી તેઓની ધરપકડ પણ કરી શકે છે. ક્ષિતિજ પ્રસાદના ઘરથી એનસીબી તપાસમાં ગાંજો મળી આવ્યો છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.