World Health Organization

World Health Organization

અમેરિકામાં કોરોના વાયરસના કેસનો આંકડો સાત મિલિયન આંક પાર થયા બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (World Health Organization)એ ચેતવણી આપી છે કે, કોરોના વાયરસનું સંક્રમણ ફરીથી વધી રહ્યું છે. જો સંક્રમણને રોકવાના ઉપાયો ઝડપથી કરવામાં નહીં આવે તો કોરોના વાયરસના કારણે વૈશ્વિક મૃત્યુ દર બમણો થઇ શકે છે.

WHOના ઇમરજન્સી ડિરેક્ટર માઈકલ રેયન એ કહ્યું, કોરોના વાયરસ આવ્યા બાદ અત્યાર સુધીમાં એક મિલિયન લોકોના મૃત્યુની પહેલાથી જ એક ભયાનક સંખ્યા છે આ પહેલા કે આપણે બે મિલિયન (20 લાખ) પર પહોંચીએ આપણે તેને કંટ્રોલ કરવા માટે ધ્યાન આપવાની જરૂરીયાત છે.

આ પણ જુઓ : યૂક્રેનમાં સેનાનું વિમાન ક્રેશ થતા 22ના ઘટનાસ્થળે મોત, 6 લાપતા

જોન્સ હોપકિંસ યુનિવર્સિટીના COVID-19 લાઇવ ટ્રેકર અનુસાર શુક્રવારના અમેરિકા કોરોના વાયરસથી 70 લાખ આંકડાને પાર કરી ગયું છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં હવે કોરોના વાયરસ 7,005,746 કેસ છે. જે દુનિયામાં સૌથી વધારે છે. અમેરિકામાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 2,03,240 લોકોના મોત થયા છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.