દિલીપસિંહ રાજપુત, બનાસકાંઠા : ડીસા -રાધનપુર હાઇવે પર ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. શિહોરી અને માનપુર પાટીયા વચ્ચે ઘટી આ અકસ્માતની ઘટના. ટ્રેલરની ટક્કરે કાર ડિવાઈડર પર અથડાઈ હતી.
આ અકસ્માતમાં સદ્દનશી બે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. ઘટનાને પગલે આજુબાજુમાં રહેતા લોકોના ટોળા એકઠા થયા થયા હતા.
ડિસા – રાધનપુર નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા રોડની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે બેરીકેટ કે કોઈ પ્રકારની વસ્તુ વાહન ચાલકો માટે સુચનો માટે ધ્યાનમાં લેવા ન મૂકવામાં આવતા અકસ્માતોનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે.
જોકે હવે આવા સંજોગોમાં મોત ને ઘાટ ઉતરી જાય તો જવાબદાર કોણ? નેશનલ હાઇવે ઓથોરિટી કે પછી ઓનર આવા સંજોગોમાં ઘણા બધા સવાલો ઉભા થાય છે