Successful heart surgery in patan

મોહમ્મદ પઠાણ, પાટણ : ઉત્તર ગુજરાતમાં સોપ્રથમવાર પાટણ જનતા હોસ્પિટલ દ્વારા હૃદયના કાણાનું સફળ ઓપરેશન કરાયું. સીતાબેન પ્રજાપતિ ઉંમર 55, રેહવાનું જસાલીવાળને લાંબા સમયથી શ્વાસની તકલીફ અને વારંવાર ન્યૂમોનિયા ના લીધે દાખલ થવું પડતું હતું.

પાટણ ના અનુભવી ડોકટર હમીદ મન્સૂરી/ડોક્ટર શ્રી કેતુલભાઈ જોશી એ તપાસ કરી વધુ સારવાર માટે હૃદયનાં નિષ્ણાત ડૉ. ધનંજય ચૌધરી (કાર્ડિયોલોજિસ્ટ) પાસે મોકલ્યા હતા. જ્યાં તપાસ કરતા આ બેન ને હૃદયમાં જન્મજાત કાણું/ PDA હોવાનું અને હૃદય નબળું હોવાનું જાણવા મળ્યું હતું.

હૃદયના કાણા બંધ કરવાં માટે ચીરા વાળી સર્જરી અને ચીરા વગરની સર્જરી છત્રી મૂકીને બંધ કરવાના ઓપ્શન થતા હોય છે. આવા ઓપરેશન અમદાવાદ અને મોટા સેન્ટર સિવાય કરવામાં આવતા નથી. દર્દી ને સમજાવ્યા પછી આયુષમાન યોજના અંતર્ગત જનતા હોસ્પિટલ, પાટણ ખાતે ડૉ ધનંજય ચૌધરીના હાથ નીચે દાખલ કરવામાં આવ્યા. ડૉ ધનંજય ચૌધરી સાહેબ એ એકલા હાથે ચીરા વગર નું ઓપરેશન સફળતાપૂર્વક કરી દર્દી ને સવસ્થ હાલતમાં રજા આપી હતી. આ પ્રકારનું ઑપરેશન ઉત્તર ગુજરાત માં પેહલું છે. દર્દી તથા દર્દી ના સગા સંબંધી એ ડૉ, સ્ટાફ તથા હોસ્પિટલ નો ખુબ ખુબ આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024