ડીસા તાલુકાના જુના નેસડા ગામના રાઠોડ પ્રવિણસિહ ફુલિસહ સને ર૦૧૪ માં સી.આર.પી. એફ માં જોડાયાં હતાં ત્યારે પ્રવિણસિહ ના માતા પિતા અભણ હતા અને ઘરે રહી પશુપાલન તેમજ ખેતીકામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા.
નાનપણથી સેનામાં જોડાવવાનું પ્રવિણસિહનું સ્વપ્ન હતું અને બિજી તરફ માતા પિતા પણ ખેતી કામ તથા પશુપાલનમાં સંકળાયેલા હોઈ તેઆે માતા પિતા ને પણ મદદરૂપ થતા હતાં ત્યારબાદ ર૦૧૪ માં સી.આર.પી.એફ માં પસંદગી થઈ હતી.
જેથી તાજેતરમાં ક્રોબ્રા કમાન્ડો ટ્રેિનગમાં તેઆેએ ત્રણ માસની કમાન્ડોની ટ્રેિનગ પુરી કરીને માદરે વતન જુના નેસડા ગામે આવતાં સમસ્ત ગ્રામજનો દ્વારા તેમનું ફુલ હાર અને ઢોલ નગારા સાથે સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ડી આઈ જી દ્વારા એવોર્ડ આપી પ્રવિણસિહ ને સન્માનિત કરવામાં આવ્યા હતા હાલ જમ્મુ કાશ્મીર માં દેશની સેવા કરી જુના નેસડા ગામનું ગૌરવ વધાયુઁ છે.
