Delhi
દિલ્હીમાં 90 વર્ષીય વૃદ્ધાના આરોપ છે કે, ૩૩ વર્ષના યુવકે તેના પર દુષ્કર્મ આચર્યું હતું. દિલ્હી (Delhi) માં ૯૦ વર્ષની વૃદ્ધા દુષ્કર્મનો ભોગ બની હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જો કે, આરોપી યુવકની ધરપકડ થઇ ચૂકી છે. તેમજ આ ઘટના સામે આવ્યા પછી મહિલા પંચના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, ‘દિલ્હીમાં ૯૦ વર્ષની મહિલાને ૩૩ વર્ષનો યુવાન ખોટું બહાનું કરીને પોતાની સાથે લઇ ગયો હતો. અને વૃદ્ધાની બેરહમીથી મારપીટ કરીને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.’
તો સ્વાતિ માલીવાલે વધુમાં ઉમેર્યું કે, ‘આ ઘટના એ સવાલ ઉઠાવે છે કે દિલ્હી (Delhi) અને દેશમાં ના તો છ મહિનાની બાળકી સુરક્ષિત છે કે ના ૯૦ વર્ષની મહિલા. આ કેસમાં ફાસ્ટટ્રેક કાર્યવાહી થાય.’
મહિલા પંચના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે વધુમાં કહ્યું કે, તેમને પીડિત વૃદ્ધ મહિલાએ જણાવ્યું કે તે વારંવાર યુવકને વિનંતી કરતી રહી, પરંતુ નરાધમ યુવકે પોતાની મનમાની કરી. વૃદ્ધા યુવકની દાદીની વયની હોવા છતાં પણ યુવકે દુષ્કર્મ આચર્યું. જો કે, આ કેસમાં એફઆઇઆર દાખલ થઇ ગઈ છે. તથા આરોપીની ધરપકડ પણ થઇ ચૂકી છે.
આ ઘટના વિશેની મળતી માહિતી મુજબ, સાંજે પાંચ વાગ્યાના 90 વર્ષીય વૃદ્ધા પોતાના ઘર બહાર દૂધવાળાની રાહ જોઈ રહી હતી. ત્યારે એક અજાણ્યા યુવકે આવીને કહ્યું કે દૂધવાળો આજે નહીં આવે અને તે વૃદ્ધાને દૂધવાળા પાસે લઇ જશે. વૃદ્ધા તેની સાથે ગઇ.
આ રીતે આરોપી યુવાન વૃદ્ધાને ફાર્મ હાઉસમાં લઇ ગયો. અને ફાર્મ હાઉસમાં ક્રૂર રીતે દુષ્કર્મ આચરતો રહ્યો. જો કે, વૃદ્ધાની ચીસો સાંભળીને ગામના કેટલાક લોકો મદદે આવ્યા અને આરોપીને ઝડપી પાડયો. ત્યારબાદ ગામ લોકોએ જ પોલીસને માહિતી આપી હતી. પોલીસે પીડિતાના પુત્રને બોલાવીને વૃદ્ધાને હોસ્પિટલ મોકલી હતી.અને આરોપીની ઘરપકડ કરી હતી.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.