Delhi Sakshi Murder Case : દિલ્હીમાં એક છોકરીની ચાકુ મારીને હત્યા કરનાર આરોપી સાહિલ (20)ની પોલીસે સોમવારે બપોરે 3 વાગ્યે ધરપકડ કરી હતી. પોલીસે સાહિલની બુલંદશહેરથી ધરપકડ કરી છે.
સાહિલે ડેરી વિસ્તારમાં 16 વર્ષની છોકરી સાક્ષીની ચાકુ મારીને હત્યા કરી હતી. રવિવારે સાંજે બનેલી આ ઘટનાનો વીડિયો CCTVમાં કેદ થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સાહિલે સાક્ષીને રસ્તામાં રોકી હતી અને ચાકુના ઘા માર્યા. ત્યાર બાદ પથ્થર વડે હુમલો કર્યો. બંને વચ્ચે મિત્રતા હતી, પરંતુ બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો.
મળતી માહિતી મુજબ, આ ઘટના દિલ્હીના શાહબાદના ડેરી વિસ્તારમાં બની હતી. સાક્ષી નામની 16 વર્ષની કિશોરી તેની મિત્ર નીતુના પુત્રના જન્મદિવસમાં હાજરી આપવા માટે જઈ રહી હતી. આ દરમિયાન સાહિલ નામના યુવકે તેને રોકી હતી. જે બાદ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ આરોપીએ કિશોરને છરી વડે 20થી વધુ વાર કર્યા હતા. આ પછી યુવકે કિશોરી પર પથ્થર વડે હુમલો કર્યો અને પત્થરથી છ વાર યુવતીના ચહેરો પર હુમલો કર્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, સાહિલ અને સાક્ષી મિત્રો હતા, પરંતુ ગઈકાલે તેમની વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો. જ્યારે સાક્ષી તેની મિત્ર નીતુના પુત્રના જન્મદિવસ પર જઈ રહી હતી, આ દરમિયાન આરોપી યુવકે સાક્ષીને રસ્તામાં રોકી અને તેના પર છરી વડે હુમલો કર્યો. ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો અને પોલીસ તેની શોધમાં સંભવિત સ્થળોએ દરોડા પાડી રહી છે.
પોલીસે જણાવ્યું- એક વ્યક્તિએ કિશોરીની હત્યાની જાણકારી આપી હતી. પોલીસ ટીમને સાક્ષીનો મૃતદેહ રસ્તા પરથી મળ્યો હતો. તે જેજે કોલોનીની રહેવાસી હતી. રવિવારે સાંજે તે બર્થડે પાર્ટીમાં જઈ રહી હતી ત્યારે અચાનક સાહિલે તેને રોકી અને તેના પર હુમલો કર્યો. છરી વડે સતત હુમલો કર્યા પછી 6 વખત પથ્થર મારીને તેનું માથું છૂંદી નાખ્યું અને લાતો મારતો રહ્યો.