Delhi

Delhi

આજે દિલ્હી (Delhi) ના વિજય ચોક પાસેથી Central Reserve Police Force એ એક શંકાસ્પદ વ્યક્તિને પકડી પાડ્યો છે. સંદિગ્ધ ગતિવિધિઓના પગલે ત્યાં હાજર રહેલા CRPFના જવાનોએ તેને પકડી લીધો. ફિરદૌસ નામનો આ યુવક સંસદ ભવન પાસે ઘૂમી રહ્યો હતો. પૂછપરછ કરતા યુવકે પોતાના અંગે અલગ અલગ જાણકારીઓ આપી. ત્યારબાદ આ યુવકને સંસદભવન પોલીસ મથકે લઈ જવાયો.

આ પણ જુઓ : Earthquake : પશ્ચિમ બંગાળમાં 18 કલાકમાં ભૂકંપના 5 આંચકા અનુભવાયા

તેની પાસેથી 2 ઓળખ પત્ર, આધાર કાર્ડ અને એક ડ્રાઈવિંગ લાઈસન્સ પણ મળી આવ્યું છે. બંને દસ્તાવેજોમાં તેનું નામ અલગ અલગ છે. ડ્રાઈવિંગ લાઈસન્સમાં તેનું નામ ફિરદૌસ છે જ્યારે આધારકાર્ડમાં તેનું નામ મંજૂર અહેમદ અહંગેર છે. જે રથસૂન બીરવાહ, બડગામનો રહીશ છે. ફિરદૌસની પાસેથી એક પેપર પણ મળી આવ્યું છે, જેમાં એક કોડવર્ડ પણ છે. ઉપરાંત તેની પાસેથી એક બેગ પણ મળી આવી છે.

આ પણ જુઓ : ટૂંકું ને ટચ : PM મોદીએ શૅર કર્યો મોઢેરા સૂર્ય મંદિરનો

CRPF સાથેની વાતચીતમાં તે અનેકવાર પોતાની વાતચીત પરથી પલટી ગયો અને ત્યારબાદ તરત પોલીસ અને અન્ય એજન્સીઓને તેની જાણ કરાઈ. પહેલા તેણે જણાવ્યું કે 2016માં તે ફરવા માટે દિલ્હી આવી ચૂક્યો છે. ત્યારબાદ બોલ્યો કે તે લોકડાઉન દરમિયાન દિલ્હી (Delhi) આવ્યો હતો અને ત્યારથી અહીં જ છે. તેણે ક્યારેક જામિયા, ક્યારેક નિઝામુદ્દીન તો ક્યારે જામા મસ્જિદમાં રહેવાની જાણકારી આપી.  

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024