AFSPA : આસામમાં આફસ્પાની મુદત ફરી છ માસ લંબાવાઇ

પોસ્ટ કેવી લાગી?

AFSPA

આસામમાં આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA) 1958નો અમલ વધુ છ મહિના માટે લંબાવવામાં આવ્યો હતો. 28મી ઑગષ્ટથી આ હુકમને અમલમાં મુકવામાં આવશે એવી  સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જો કે આસામના નાગરિકોની વિવિધ સંસ્થાઓ તેમજ સ્થાનિક રાજકીય પક્ષો તથા મિડિયા આ કાયદાનો અમલ ખસેડી લેવાની સતત માગણી કરી રહ્યા હતા.

આ પણ જુઓ : ટૂંકું ને ટચ : PM મોદીએ શૅર કર્યો મોઢેરા સૂર્ય મંદિરનો

સરકારી જાહેરાતમાં જણાવ્યા મુજબ આસામ અને આસપાસના વિસ્તારોમાં સતત આતંકવાદી હુમલા થતા રહ્યા હોવાથી અને અવારનવાર ગેરકાયદેસર શસ્ત્રો તેમજ વિસ્ફોટકો પકડાતાં હોવાથી આફસ્પા (AFSPA)ને લંબાવવામાં આવ્યો હતો. કેન્દ્રના ગૃહ ખાતાને ગુપ્તચર ખાતા દ્વારા તેમજ પોલીસ અને લશ્કરી સૂ્ત્રો દ્વારા મળેલી માહિતીના આધારે આ કાયદાનો અમલ વધુ છ  માસ માટે લંબાવવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ પણ જુઓ : Delhi : સંસદ ભવન પાસેથી શંકાસ્પદ વ્યક્તિ પકડાયો

આસામની પહેલાં આ કાયદો મણીપુરમાં અમલમાં મુકવામાં હતો. જે 1990થી આ કાયદો અમલમાં રહ્યો હતો. ત્યારબાદ આસામ અને ઇશાનનાં બીજાં રાજ્યોમાં પણ એનો અમલ લાગુ કરવામાં આવ્યો હતો.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures