LLB
- વૈશ્વિક મહામારી કોરોનાની અસર વિધાર્થીઓના ભણતર પર પણ પડી છે.
- યુનિવર્સિટીઓની વિવિધ કોર્સના અંતિમ વર્ષ સેમેસ્ટર અને અન્ય ઇન્ટરમીડિયેટ સેમેસ્ટરની પરીક્ષા હાલ મોકૂફ રાખવાની માગ કરવામાં આવી છે.
- આ માગ સાથે થયેલી જાહેરહિતની અરજીમાં હાઇકોર્ટે રાજ્ય સરકારને મૌખિક સૂચના આપતા જણાવ્યું કે, તમામ યુનિવર્સિટી દરેક કોર્સની અલગ-અલગ પરીક્ષાનું આયોજન કરવાના બદલે એકસાથે એક સમયે પરીક્ષા લેવા અંગે વિચારે.
- તેમજ આ પરીક્ષા બને તો એક જ ફેર્મેટમાં લેવી.
- કોઈ ઓનલાઈન પરીક્ષા અને કોઇ ફિઝિકલ પરીક્ષા લે તેવું ન કરવુ.
- જો કે, આ કેસની વધુ સુનાવણી ૬ જુલાઈએ હાથ ધરાશે.
- ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંચાલિત એલએલબી (LLB) ના પાંચ વર્ષના કોર્સના છેલ્લા અને દસમા સેમેસ્ટરની પરીક્ષા 2 જુલાઈ અને ૧૭ જુલાઈ એમ બે તબક્કામાં લેવાની હતી.
- પરંતુ આ બન્ને પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવે તેવી માગ સાથે હાઈકોર્ટમાં LLB ના પાંચ વિદ્યાર્થીઓએ અરજી કરી હતી.
- જેની સુનાવણી બાદ હાઇકોર્ટે રાજ્ય સરકાર અને ગુજરાત યુનિવર્સિટીને નોટિસ પાઠવી છે.
- આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.
- હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે તેનો જવાબ રજૂ કર્યો હતો.
- રાજ્ય સરકારની હાઇકોર્ટમાં રજૂઆત હતી કે અનેક યુનિવર્સિટીઓએ વિવિધ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરેલી છે.
- જેથી વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારે આ ઠરાવ કર્યો છે.
- રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈને રાજ્યની અનેક યુનિવર્સિટીઓએ (ગુજરાત યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી) જુલાઈ સુધી પરીક્ષા મોકૂફ રાખી છે
- તો કેટલીક યુનિવર્સિટીઓ ઓનલાઇન પરીક્ષા લેવા અંગે વિચારણા કરે છે.
- કેન્દ્ર સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ બહાર પાડેલી માર્ગર્દિશકા અને યુજીસીએ બહાર પાડેલા પરિપત્રનો અમલ થઈ રહ્યો છે.
- રાજ્ય સરકારે જે ઠરાવ બહાર પાડયો છે, તેનો ઊંધો અર્થ કાઢવામાં આવી રહ્યો છે.
- આ ઠરાવ મુજબ ઇન્ટરમીડિયેટ સેમેસ્ટરના વિદ્યાર્થીઓને ઇન્ટર્નલ મૂલ્યાંકનના ૫૦ ટકા અને અગાઉના સેમિસ્ટરના ૫૦ ટકાના આધારે મેરિટ આધારિત પ્રોગ્રેશન અપાશે.
- તેના કારણે બે તૃતીયાંશ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવી પડશે નહીં.
- તથા જે વિદ્યાર્થીઓ ગ્રેડથી પાસ થતા નથી, તેમની ઓક્ટોબર-નવેમ્બરમાં પરીક્ષા લેવાશે.
- અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના અંતિમ વર્ષ પ્રથમ વર્ષની પરીક્ષા સમયે કેન્દ્ર અને રાજ્ય સરકારની કોરોના અંગેની માર્ગર્દિશકા કડકાઇથી પાલન કરાશે.
- તેમજ આ ઉપરાંત યુનિવર્સિટીઓને સ્થાનિક સ્તરે સ્થિતિ શું છે ? તે મુજબ નિર્ણય લેવાની છૂટ અપાયેલી છે.
- જોકે ૧૦ જૂનના રોજ રાજ્યના શિક્ષણમંત્રીની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફ્રન્સથી રાજ્યના તમામ યુનિવર્સિટીના ઉપકુલપતિ સાથે બેઠક થઇ હતી.
- જેમાં કોરોના સંદર્ભની માર્ગર્દિશકાનું કડકાઇથી પાલન કરવા અંગે નિર્દેશ અપાયેલા છે.
- જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી શકે તેમ ન હોય તેમને વધુ એક તક મળશે.
- ઉપરાંત રાજ્ય સરકારે એ પણજણાવ્યું હતું કે, જે વિદ્યાર્થીઓ કન્ટેનમેન્ટ ઝોનમાંથી આવે છે અથવા તેઓ કોરોના પોઝિટિવ છે, તો તેમને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ ન આપવાની સૂચના આપવામાં આવેલી છે.
- તો આ વિદ્યાર્થીઓ માટે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં પરીક્ષા લેવાશે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News