Radhanpur closed

રાધનપુરના શેરગઢ ગામે ચૌધરી સમાજની યુવતી પર થયેલો હુમલો અને ધંધુકા ખાતે ભરવાડ સમાજના યુવાનના હત્યાકાંડના આરોપીઓને સજા કરવાની માંગ મામલે આજે શનિવારે રાધનપુર બંધનું એલાન અપાયું હતું જેને લઈ રાધનપુરના બજારો સજ્જડ બંધ રહ્યા હતા. નોંધનીય છે કે ચૌધરી સમાજની યુવતી પર થયેલો હુમલાને પગલે હિન્દૂ સંગઠનો દ્વારા સજ્જડ બંધનું એલાન આપવામાં આવ્યું છે. રાધનપુર સહિત શેરગઢ ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઉપરાંત રાધનપુરમાં આજે હિન્દુ સંઘઠનો દ્વારા મહારેલી પણ યોજાશે.

ત્યારે રેલી પહેલા રાધનપુર ખાતે આવેલ આદર્શ હાઈસ્કૂલ ખાતે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા.

શું હતો મામલો?

રાધનપુર તાલુકાના શેરગઢ ગામે વિધર્મી શખ્સે ચૌધરી સમાજની યુવતી પર તેના ઘરમાં ઘૂસીને છરી વડે હુમલો કર્યો હતો. જેના મામલે ચૌધરી સમાજના અગ્રણીઓની ઉપસ્થીતીમાં હિન્દુ સમાજની એક બેઠક ગઈકાલે શુક્રવારે આદર્શ વિદ્યાલય ખાતે યોજાઇ હતી. જેમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે, આવતીકાલે રાધનપુર સજ્જડ બંધ રાખવું અને રાધનપુરની આદર્શ વિદ્યાલયથી સવારે મહારેલી યોજી આવેદનપત્ર આપવું.

ભરવાડ સમાજ પણ આ રેલીમાં જોડાશે

આથી આ સાથે જ ધંધુકા ખાતે થયેલા હત્યાકાંડના આરોપીઓને સજા કરવાની માંગ સાથે ભરવાડ સમાજ પણ આ રેલીમાં જોડાશે. આમ ચૌધરી સમાજ અને ભરવાડ સમાજની આ મહારેલીમાં સમસ્ત હિન્દુ સમાજ જોડાશે તેવું સાગરભાઈ ચૌધરીએ ગઈકાલે જણાવ્યું હતું. જેના ભાગરૂપે આજે રાધનપુરને સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું. નોંધનીય છે કે આજે એક મહારેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024