Desert Safari

આજરોજ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના એવાલ ગામમા ડેઝર્ટ સફારી (Desert Safari) રિવ્યૂ અંગેની બેઠક યોજવામાં આવી હતી. કલેક્ટરની અધ્યક્ષતામાં આયોજીત આ રીવ્યુ બેઠકમાં કલેક્ટરએ વોચ ટાવર પર પહોચી ઇકો ટુરિઝમ સ્થળનું દૂરબીન વડે નિરીક્ષણ કર્યુ હતું.

     જિલ્લા કલેટર સુપ્રિત સિંઘ ગુલાટીના અધ્યક્ષ સ્થાને આયોજીત આજની બેઠકમાં ડેઝર્ટ સફારી પ્રોજેક્ટ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેટર સુપ્રિત સિંઘ ગુલાટીએ એવાલ ગામે નિર્માણ થતા ઇકો ટુરિઝમ સાઈટની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓએ વોચ ટાવર પર પહોચી ઇકો ટુરિઝમ સ્થળનું દૂરબીન વડે નિરીક્ષણ કર્યુ હતું. કલેકટરશ્રીએ આ ઈકો ટુરિઝમ સાઈટને વિકસાવવા માટે શું-શું પગલાં લેવા તે વિશેની તલસ્પર્શી ચર્ચા નાયબ વન સંરક્ષક શ્રી પાટણ સાથે કરી હતી તેમજ જરુરી સલાહ સૂચનો પણ કર્યા હતા.

ડેઝર્ટ સફારી રિવ્યૂ અંગેની સમીક્ષા બેઠકમાં માનનીય કલેટર સુપ્રિત સિંઘ ગુલાટી, એવાલ ગામના સરપંચ, પ્રાંત અધકારી રાધનપુર, જિલ્લા પુરવઠા અધિકારી, જિલ્લા આયોજન અધિકારી, પ્રોગ્રામ ઓફીસર ICDS પાટણ, નાયબ વન સંરક્ષક પાટણ, કાર્યપાલક ઇજનેરશ્રી પાણી પુરવઠા રાધનપુર, નાયબ નિયામક (વી. જા.) પાટણ, નાયબ નિયામક (અ. જા.) પાટણ, મામલતદાર સાંતલપુર , તાલુકા વિકાસ અધિકારી સાંતલપુર હાજર રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024