Salangpurdham Shri Kashtabhanjandev Hanumanji

કડકડતી ઠંડી મા બોટાદ ના સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી ને હિમાલય નો કુદરતી સૌંદર્ય નો શણગાર કરવામાં આવ્યો…

બોટાદ ના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ નિમિતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી ધનુર્માસ અંતર્ગત તારીખ:- 31-12-2022 ને શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર ધરાવી હિમાલયના કુદરતી સૌંદર્યની ઝાંખી, જંગલ, નીલકંઠવર્ણીનું વનવિચરણ વિગેરેનો દિવ્ય શણગાર કરી સવારે 5:30 કલાકે મંગળા આરતી પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશજી સ્વામી(અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી.

ત્યારે સવારે 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ તેમજ મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞ તથા સમગ્ર પવિત્ર ધનુર્માસ નિમિત્તે પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો ભકતોએ દિવ્ય દર્શનનો લાભ લીધો હતો.