- એક તરફ એએમટીએસના બજેટનું કદ વધી રહ્યું છે સાથે જ મ્યુનિ. પાસેથી તેની સહાયની રકમમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે છેલ્લા 20 વર્ષમાં મ્યુનિ. દ્વારા એએમટીએસને અપાતી સહાયની રકમ 4.83 કરોડથી વધીને 323.18 કરોડે પહોંચી ગઇ છે. એટલું જ નહી પણ મુસાફરોની સંખ્યા છેલ્લા 5 વર્ષમાં 22.74 કરોડથી ઘટીને 14.71 કરોડ થઈ ગઇ છે.
- એએમટીએસનો ગોલ્ડન કહી શકાય તેવો સમય હતો,ત્યારે 2001-02માં મ્યુનિ.એ એએમમટીએસને 4.83 કરોડની લોન આપી હતી.ગયા વર્ષે મ્યુનિ.એ જે રકમ શહેરના વિકાસના કામો પાછળ ખર્ચયા હતા, તેટલી રકમ તો છેલ્લા 10 વર્ષમાં એએમટીએસને લોન પેટે અપાયા છે. એએમટીએસ મ્યુનિ. માટે મોટી ખોટનો ધંધો બની રહ્યો છે. સ્ટાફના પગારોનું ભારણ અને ખાનગી ઓપરેટરો દ્વારા ચલાવાતી બસોને કારણે એએમટીએસની હાલત સતત ખરાબ થઇ રહી છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News