અમારી પાસે બહુમત નથી તેથી તેઓ રાજીનામું આપી રહ્યા છે : દેવેન્દ્ર ફડણવીસ
મહરાષ્ટ્રના રાજકીય ઘમાસાણ (Maharashtra Political Crisis)માં જોરદાર વળાંક આવતાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadanvis)એ પોતાના પદેથી રાજીનામું આપી દેવાની જાહેરાત કરી છે. આ વાત ફડણવીસે પ્રેસ કૉન્ફરન્સ સંબોધિત કરીને કહી. તેઓએ કહ્યુ કે, અમારી પાસે બહુમત નથી તેથી તેઓ રાજીનામું આપી રહ્યા છે. દેવેન્દ્ર ફડણવીસ પહેલા અજિત પવાર નાયબ-મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી ચૂક્યા હતા. ફડણવીસે કહ્યુ કે, અમે રાજ્યપાલને મળીને રાજીનામું સોંપીશું.
- ફડણવીસે કહ્યું- શિવસેના-એનસીપી-કોંગ્રેસની સરકાર તેમના બોજા હેઠળ દબાઈ જશે. શિવસેનાના નેતા સોનિયા ગાંધીના નામની સોગંધ ખાતા હતા. અમને આશ્ચર્ય થયું કે તેઓ સત્તા માટે કેટલા લાચાર છે.
- ફડણવીસે કહ્યું- જનતાએ અમારા ગઠબંધનને બહુમત આપ્યું હતું અને ભાજપને સંપૂર્મ જનાદેશ મળ્યો હતો.
- ભાજપ સૌથી મોટો પક્ષ હોવાથી અમને 105 સીટ મળી હતી. આ જનાદેશ ભાજપ માટે હતો. અમે 70 ટકા સીટો જીતી હતી. શિવસેના માત્ર 40 ટકા સીટ જ જીતી શકી હતી.
- ગઠબંધનને જનાદેશ હતો, પરંતુ ભાજપ માટે આ મોટો જનાદેશ હતો.. તેનું સન્માન કરીને અમે સરકાર બનાવવાની વાત કરી હતી. ખરાબ વાત એ છે કે, જે વાત નક્કી નહતી થઈ એટલે કે શિવસેના તેમને મુખ્યમંત્રી પદ આપવાની વાત જ કરતી હતી.
- નંબર ગેમમાં કારણે તેઓ બાગેનિંગ કરી શકશે તેમ માનીને તેમણે સોદાબાજી શરૂ કરી હતી.
- ફડણવીસે કહ્યું-અમે શિવસેનાને કહ્યું, જે નક્કી થયું છે તે જ આપીશું. જે નક્કી નથી થયું તે અમે ન આપી શકીયે.
- પરંતુ તેમણે અમારી સાથે ચર્ચા કરવાની જગ્યાએ કોંગ્રેસ અને એનસીપી સાથે ચર્ચા કરવાનું શરૂ કર્યું.
- જે લોકો માતોશ્રીની બહારથી પસાર પણ નહતા થતાં તે લોકો તે ભવનની સીડીઓ ચડવા લાગ્યા. વિધાનસભાનો કાર્યકાળ ખતમ થવાનો હતો.
- તેથી રાજ્યપાલે અમને બોલાવ્યા. પરંતુ અમે કહી દીધું કે, અમારી પાસે પૂરતું સંખ્યા બળ નથી અને તેથી અમે સરકાર નહીં બનાવીયે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.