જૂથ અથડામણ : અનુસૂચિત જાતિના લોકોએ ન્યાય માટે અર્ધનગ્ન અવસ્થામાં રેલી યોજી
ધોરાજી માં અનુસૂચિત જાતિના લોકો અને પટેલ સમાજ વચ્ચે જૂથ અથડામણ બાદ ધોરાજી સમસ્ત દલિત સમાજની ખોટી ફરિયાદની સામે રેલી યોજી જાહેરમાં દેખાવો કર્યો હતો.
ધોરાજી શહેર ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદ ના હોદેદારો વિરુદ્ધ દલિત સમાજે આજરોજ આવેદન પત્ર આપ્યું હતું. ધોરાજી ના કુંભાર વાડા વિસ્તારમાં બે સમાજ વચ્ચે થયેલ જૂથ અથડામણ બાદ 3 દિવસ બાદ પણ અજંપાભરી પરિસ્થિતિ જોવા મળી રહી છે.
કુંભાર વાડા માં ગાડી કાઢવા બાબતે બબાલ નો મામલે નીકળેલી રેલીમાં શું દલિત સમાજ હિન્દુ નથી….? તેવા ધોરાજી સમસ્ત દલિત સમાજે નારા લગાવ્યા હતા.
ધોરાજી શહેર ભાજપ પ્રમુખ વીનું માથુકિયા, ઉપપ્રમુખ કૌશિક વાગડિયા, વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ સંદીપ ટોપીયા વિગેરે દલિત સમાજ વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષણો કરવા બાબતે પગલા ભરવાની માગણી સાથે આવેદનપત્ર રાજ્યના ગૃહ મંત્રીને સંબોધીને પાઠવ્યું હતું
ધોરાજીના આંબેડકર ચોક ડોક્ટર આંબેડકર ની પ્રતિમા પાસે દલિત સમાજની મહિલાઓ અને ભાઈઓએ જાહેરમાં દેખાવો કર્યો હતા. અમોને ન્યાય આપો અમને ન્યાય આપવાની માગણી સાથે નારા લગાવ્યા હતા. ધોરાજી તેમજ જિલ્લાની પોલીસનો સધન પોલીસ બંદોબસ્ત હાલ ગોઠવી દેવામાં આવ્યો છે.
દલિત મહિલા ને અચાનક તબિયત લથડતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
કુંભાર વાડા માં ગાડી કાઢવા બાબતે બબાલ થઇ હોવાની વાત સામે આવી રહી છે. સિદ્ધાર્થ સામજીભાઈ ચૌહાણ અને તેમનો મિત્ર PGVCAL ની ગાડી લઈ કુંભાર વાડા માં નીકળતા ગાડી કાઢવા બાબતે બબાલ થઇ હતી.
રિપોર્ટર :- વિમલ સોંદરવા, ધોરાજી
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું
- પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ