પાટણ શહેરમાં એક જ પરિવારના બે સગા ભાઈઓને બે કલાક ના અંતરે હાર્ટ એટેક આવતા થયા મોત

3/5 - (3 votes)

એક જ ઘરમાંથી બે સગા ભાઈ ની અંતિમ વિદાયથી પરિવાર સહિત વિસ્તારના લોકોમાં ગમગીની છવાઈ…

સમગ્ર ગુજરાતમાં હાર્ટ એટેકથી આકસ્મિક મોતના બનાવોમાં ઉત્તરોત્તર ચિંતાજનક વધારો થઇ રહયો છે. ત્યારે સોમવારે પાટણમાં પ્રથમ મોટાભાઇ બેંકમાં ચેક ભરી પગપાળા દુકાને જતા હતા તે સમયે એકાએક હૃદય બંધ પડી જતાં મોત નિપજ્યુ હતું જેના આઘાતમાં સરી પડેલા નાનાભાઇ કે જેણે ઘરે મોટાભાઇને છેલ્લી ઘડીએ “હિંમત ના હારજે” ના શબ્દો કહીં પીઠબળ આપ્યુ હતું તેનું પણ આજ રીતે બે કલાકના અંતરમાં મોત થતાં પરિવારમાં દુખની કાલીમા છવાઈ જવા પામી હતી.

આ બાબતે મળતી હકીકત મુજબ પાટણના નવા માર્કેટયાર્ડમાં શ્રી રામ ફર્ટિલાઇઝર નામની દુકાન ધરાવતા અરવિંદભાઇ રામલાલ પટેલ (ઉ.વ.49) માર્કેટયાર્ડમાં જ આવેલ પાટણ નાગરીક સહકારી બેંકમાં ચેક ભરવા ગયા હતા અને બેંકમાં કામકાજ પતાવી પરત પગપાળા દુકાન પર જઇ રહયા હતા ત્યારે બેંકના પગથીયા ઉતરી થોડુ અંતર કાપતાં જ તેઓ એકાએક જમીન ઉપર ફસડાયા હતા. જે જોઇ માર્કેટયાર્ડના અન્ય વેપારીઓ દોડી આવ્યા હતા અને તેઓના પરીવારજનોને જાણ કરી તાત્કાલિક ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા.

આ પણ વાંચો, હેલ્થ ઈન્સ્યોરન્સને લઇ સૌથું મોટા સમાચાર । Health Insurance

બનાવની જાણ થતાં જ અરવિંદભાઇના બે નાના ભાઇઓ દિનેશભાઇ અને પ્રકાશભાઇ તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન અરવિંદ ભાઈનું મોત નીપજ્યું હતું. તે સમયે પ્રકાશભાઈ ને તેમના નાનાભાઇ દિનેશે પીઠબળ પુરૂ પાડતા જણાવ્યું હતું કે ‘‘ભાઇ તુ હિંમત ના હારતો’’ પરંતુ ‘‘ન જાણ્યું જાનકી નાથે હવે શું થશે…”ની ઉકિત મુજબ મોટાભાઇ પ્રકાશને પીઠબળ આપનાર નાનો ભાઇ દિનેશ પણ આ બનાવ બાદ એકાએક આઘાતમાં સરી પડ્યો હતો. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો થોડીવારની સારવાર બાદ તેનું પણ હ્રદય એકાએક બંધ પડી જતા તેનું પણ મોત થયુ હતું.

હોસ્પિટલમાંથી મોટાભાઇના મૃતદેહને ઘરે લઇ જઇ તેની અંતિમ સંસ્કાર કરવાની વિધી ચાલી રહી હતી ત્યારે જ નાના ભાઇના મોતના સમાચાર આવતા પરીવારજનોના માથે આભ તુટી પડ્યુ હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. તો શહેરમાં એકી સાથે બે સગા ભાઇઓના આકસ્મિક મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા ભારે ગમગીની છવાઇ હતી.

પાટણના પાટીદાર સમાજના રામલાલ કાંતિલાલ પટેલ પરીવારના બે ભાઇઓના એકાએક આકસ્મિક મોત અને એક ઘરમાંથી બે ભાઇઓની અંતિમ વિદાયને લઇને સમગ્ર વિસ્તાર હિબકે ચડયો હતો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures