dhoraji nadi mathi mrutdeh madyo

વિમલ સોંદરવા, ધોરાજી :  રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વેગડી ગામ પાસે પસાર થતી ભાદર નદી માંથી તરતો મૃતદેહ મળ્યો હતો. વેગડી ગામ પાસે આવેલ ભાદર નદી માંથી મૃતદેહ તરતો જોવા મળતા લોકોએ પોલીસને જાણ કરી હતી. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી આવ્યા હતા.

પોલીસ દ્વારા તરવૈયાની મદદથી મૃતદેહ ને પાણીમાંથી બહાર કાઢી જામકંડોરણા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે જામકંડોરણા પોલીસ દ્વારા આ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો અને શરીરના ભાગે છરીનો ઘા હોય તેવું દેખાતા આ મૃતદેહને ફોરેન્સીપ કરાવવા માટે રાજકોટ લઈ જવામાં આવશે.

ફોરેન્સીપ રિપોર્ટ આવ્યા બાદ જ હવે સાચી હકીકત ખબર પડશે કે હત્યા છે કે આત્મહત્યા કે અન્ય કોઈ કારણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024