ધોરાજીના વોર્ડ નંબર પાંચમાં ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ગુમ થયા હોવાના પોસ્ટરો લાગ્યા, ધોરાજીમાં હાલ નગરપાલિકા દ્વારા પાણી વિતરણ માં થઈ રહેલ ધાંધિયાને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
રોસે ભરાયેલા લોકોએ ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા ના વિરુદ્ધમાં લગાવ્યા પોસ્ટરો, પોસ્ટરોમાં ધારાસભ્ય વિરૂધ વિવિધ પ્રકારના લખાણો લખવામાં આવ્યા
ધોરાજીમાં પંદર દિવસે પાણી વિતરણ પાલિકાના અધિકારીઓ સામે ધારાસભ્યનું ભેદી મૌન, મહેન્દ્ર પડ્યા ને ધોરાજીની પ્રજા શોધે છે સહિત ના સબ્દો નો પોસ્ટરોમાં ઉલેખ
વિધાનસભાની ચૂંટણી બાદ ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા પ્રજા વચ્ચેથી ગુમ સહિત ના લખાણ સાથે ધોરાજીમાં પોસ્ટરો લાગ્યા હતા. ધોરાજીમાં નગરપાલિકા પીવાના પાણી વિતરણ વ્યવસ્થા પંદર દિવસથી ખોરવાઈ છે. વોર્ડ નંબર 5 ના મહિલાઓ એ ધારાસભ્ય વિરુદ્ધ સૂત્રોચાર કરી થારી વેલણ વગાડી અને વિરોધ વ્યક્ત કર્યો અને તાત્કાલિક પાણી આપવા માટે કરી માંગ.
રીપોર્ટર – વિમલ સોંદરવા, ધોરાજી