Rajkot રાજકોટ જિલ્લાના જેતપુરમાં SDMએ ખનીજ માફિયાઓ પર સપાટો બોલાવ્યો છે. SDMએ જેતપુરની મુલાકાતે આવતા વેંત જ ખાણ ખનીજ ખાતાને ઉંઘતું રાખી છાપો માર્યો હતો, જેમાં ખનીજ માફિયાઓના રોયલ્ટી વગરના 5 ટ્રક અને ઓવર લોડના 3 ટ્રક જપ્ત કર્યા છે.
રાજકોટના જેતપુરમાં ખાણ ખનીજ વિભાગ ઉંઘતું રહ્યું અને SDMએ સપાટો બોલાવ્યો છે. એક સાથે ગેરકાયદે ખનીજ ભરેલા 8 ટ્રક જપ્ત કર્યો છે. SDM જેતપુરની મુલાકાતે આવતા જ કાર્યવાહીનો ધમધમાટ બોલાવ્યો છે.
રોયલ્ટી વગરના 5 ટ્રક અને ઓવરલોડ 3 ટ્રક કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી, રૂપિયા 1 કરોડ 22 લાખનો મુદ્દામાલ કબજે લઇને 15 લાખ દંડ ફટકાર્યો છે. વર્ષોથી ખુલ્લેઆમ બેલ ચાલતી હતી. ખાણ ખનીજ વિભાગ ઉંઘતા ઝડપાતા અનેક તર્ક વિતર્ક શરૂ થયાં છે. ખાણ અને ખનિજ વિભાગની રહેમ નજર હેઠળ ગેરકાયદે ખનન ચાલતુ હતું કે કેમ જેને લઈ અનેક તર્ક શરૂ થયા છે. SDMના સપાટાથી ખનીફ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યું છે.
રિપોર્ટર : રાકેશ પીઠડીયા, જેતપુર