Mahant Dilipadasji Maharaj : સનાતની સાધુ-સંતો સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, મહંત દિલીપદાસજી મહારાજને મોટી જવાબદારી મળી છે. અખિલ ભારતિય સંત સમિતિના ગુજરાતના પ્રમુખ તરીકેની જવાબદારી મહંત દિલીપદાસજી મહારાજને મળી છે.
સાળંગપુરના ભીંતચિત્રોના વિવાદ બાદ (sarangpur vivad) સ્વામિનારાયણ સંપ્રદાયના નવતન સ્વામી દ્વારા વિવાદ આસપાસ નિવેદનો આપવામાં આવ્યા હતા, જેના પગલે અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રાંતના પ્રમુખ તરીકે નૌતમ સ્વામીની હકાલ પટ્ટી કરવામાં આવી હતી. જે બાદ ગુજરાતના પ્રમુખની નિમણૂક કરવા માટે આજે જમાલપુર જગન્નાથ મંદિરમાં બેઠક કરવામાં આવી હતી. જેમાં અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય પ્રમુખ અવિચલદાસજી મહારાજ સહિતના વિવિધ સંતો હાજર રહ્યા હતા.
ધર્માચાર્ય અખીલેશ્વરદાસજી મહારાજ અને ચૈતન્ય શંભુ મહારાજ ઇતના સંતોની હાજરીમાં વિધિવત રીતે દિલીપદાસજી મહારાજની પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવી હતી. કાર્યકારી અધ્યક્ષની પણ નિમણૂક કરવામાં આવી છે જેમાં મોહનદાસજી મહારાજ અને રાજેન્દ્રગિરી મહારાજની નિમણૂંક કરવામાં આવી છે.